યુક્રેન રશિયાની ગુલામીમાંથી આઝાદીના ૩૦મા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે આર્મીમાં મહિલા સૈનિકોને ઊંચી હિલવાળા સેન્ડલ પહેરીને પરેડ કરાવાતાં વિવાદનો વંટોળ સર્જાયો છે. કેટલાકે યુક્રેનના મંત્રાલય પર સેક્સિઝમનો આરોપ મૂક્યો છે. આર્મીમાં મહિલાઓ અત્યાર સુધી પુરુષો જેવા જ બૂટ પહેરતી હતી. નવી ઊંચી હિલવાળા સેન્ડલના લીધે તેમના માટે પરેડ કરવી અત્યંત અઘરી થઈ ગઈ છે અને તેમાં ઈજા થવાની સંભાવના પણ વધારે છે. એક વર્ગે તો આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ તો રીતસર મહિલાઓને હિણી ચિતરવાનો પ્રયાસ છે. તેમાં પણ યુક્રેન હાલમાં રશિયન અલગતાવાદીઓ સાથે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આ પ્રકારની બાબત મહિલા સૈનિકોના જુસ્સા પર અસર પાડી શકે છે. હાઈ હિલ્સ સેન્ડલ બ્યુટી ઈન્ડસ્ટ્રી સાથે નાતો ધરાવે છે અને આર્મીમાં કામ કરનારાને તેની સાથ કોઈ સંબંધ નથી.