આંગળીમાં રિંગ્સ પહેરવાની ફેશન આજકાલની નથી. આંગળીની શોભામાં અભિવૃદ્ધિ કરવા સદીઓથી યુવતીઓ રિંગનો ઉપયોગ કરી રહી છે. રિંગની ડિઝાઇન અને પેટર્નમાં સમયની સાથે હંમેશાં પરિવર્તન આવતું રહ્યું છે. આજકાલ કોકટેઇલ રિંગ ઇન ટ્રેન્ડ છે. યુવા પેઢીમાં તેને પહેરવાનો ટ્રેન્ડ વધારે છે. તેથી મોડર્ન રિંગ્સને જૂના ચલણ સાથે રજૂ કરાય છે. હાથની પર્સનાલિટીને વધારવા ઇચ્છો છો તો બિગ રિંગ્સ ટ્રાય કરો.
• ક્લાસી લુકઃ આ પ્રકારની રિંગ કેરી કર્યા બાદ તમારે હાથમાં કોઈ પણ પ્રકારની જ્વેલરી પહેરવાની જરૂર પડતી નથી. કોકટેલ રિંગ્સ ક્લાસી લુક આપે છે. તેને આઉટફિટની સાથે મેચ કરીને પણ પહેરી શકો છો.
• રોયલ લુકઃ કોકટેલ રિંગ રોયલ લુક આપે છે. એમાંય જ્યારે પર્લનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે તો તે પર્સનાલિટી જ બદલાઇ જાય છે. કોકટેલ રિંગને સ્ટોન્સની સાથે પેર કરવામાં આવે તો વધારે સુંદર લુક આપે છે. આ રિંગને તમે લગ્નપ્રસંગમાં અથવા પાર્ટીમાં પણ કૅરી કરી શકો છો.
• કલરફુલઃ રેડ, ઓરેન્જ, પર્પલ સ્ટોનવાળી રિંગ પસંદ કરો. જેને તમે તમારા દરેક આઉટફિટ્સની સાથે કેરી કરી શકો છો. કલરફુલ કોકટેલ રિંગ પર્લથી લઇને સ્ટોન, સિલ્વર અને ગોલ્ડ જેવી અનેક ડિઝાઇન્સમાં અવેલેબલ છે. આ રિંગ્સને તમે કોઈ પણ અવસર ઉપર કેરી કરી શકો છો. જેમસ્ટોનથી ઓપતી કલરફુલ રિંગ્સ યુવતીઓમાં ઇન ટ્રેન્ડ છે. આ પ્રકારની રિંગ્સ તમે વેસ્ટર્ન અને ઇન્ડિયન બંને પ્રકારની સ્ટાઇલની સાથે પહેરી શકો છો. આ રિંગ્સ સિંગલ સ્ટોન, કલરફુલ સ્ટોન અને મલ્ટિકલરમાં પણ બહુ સારી લાગે છે. આ રિંગ્સના શેપ પણ દરેક પ્રકારના મળે છે. રાઉન્ડ, સ્ક્વેર, ઓવલ અથવા ટ્રાયેંગલ શેપ વગેરે કોઈ પણ તમારી પસંદ મુજબ રિંગ યૂઝ કરી શકો છો. કુંદન, પોલ્કી તથા ડાયમંડમાંથી બનેલી કોકટેલ રિંગ્સ યુનિક લુક આપે છે.
કયા ડ્રેસ સાથે પહેરશો?
જે ડ્રેસમાં સિલ્વર અને સ્ટોનનું વર્ક હોય છે તેવા ટ્રેડિશનલ ડ્રેસીસની સાથે આ પ્રકારની રિંગ બેસ્ટ લાગે છે. ગોલ્ડ અને રૂબીના કોમ્બિનેશનવાળી રિંગને તમે મોડર્નથી લઇને ઇન્ડો-વેસ્ટર્ન દરેક લુકની સાથે ટીમઅપ કરી શકો છો. કોકટેલ રિંગની ફેશન આજકાલ એ રીતે ટ્રેન્ડમાં છે કે તેને દરેક આઉટફિટ્સની સાથે કેરી કરવામાં આવી રહી છે. પર્લથી લઇને સ્ટોન્સ, સિલ્વર અને ગોલ્ડ જેવી અનેક ડિઝાઇન્સમાં અવેલેબલ આ રિંગ્સને તમે દરેક અવસર પર કેરી કરી શકો છો.
કોકટેલ રિંગમાં અલગ અલગ ધાતુનો ઉપયોગ થઇ રહ્યો છે. ઘણી કોકટેલ રિંગમાં જૂની અને નવી ડિઝાઇનનો સંગમ જોવા મળી રહ્યો છે. આ યુનિક ડિઝાઇન્સને પસંદ પણ કરવામાં આવી રહી છે. આ સાથે સ્ટોનવાળી ફ્લોરલ કોકટેલ રિંગ પણ બહુ સુંદર લાગે છે.