યુએસના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતી કેટી એવર્સે ગલીઓમાં રખડતી એક ગર્ભવતી ડોગીને સંભાળીને પોતાની પાસે રાખી હતી. કેટીએ તેનું મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું. ફોટોશૂટના ત્રણ દિવસ પછી ડોગીએ 8 સુંદર ગલુડિયાંને જન્મ આપ્યો હતો. આ ડોગીનું નામ લી-મી છે. કેટીએ લી-મીના બેબી સ્કેન સાથે પણ ફોટો પડાવ્યો હતો. કેટીએ કહે છે કે, આ ફોટોશૂટ પાછળનો હેતુ ડોગ્સની મદદ કરીને લોકોને જાગૃત કરવાનો છે. આ ફોટો જોઇને કોઈ પણ માણસ વિચારવા મજબૂર થશે કે તેઓ પણ ગલીમાં રખડતાં શ્વાનની આવી રીતે દેખભાળ કરી શકે છે. જો તેમના જન્મ પછી યોગ્ય દેખભાળ ના થાય તો તેઓ વધારે દિવસ સુધી જીવિત રહેતા નથી. વધારે ઠંડીમાં તેમની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. લીના ફોટોશૂટનો આઈડિયા મારો પોતાનો હતો કારણકે મારે લોકોને એક મેસેજ આપવો હતો. એક ફોટોગ્રાફર મિત્રએ આ ફોટોશૂટ કર્યું હતું.
તસવીરોમાં લીનું બેલી દેખાય છે. તસવીરોમાં કેટીનો તેના પ્રત્યેનો પ્રેમ પણ છલકાઈ રહ્યો છે. મેટરનિટી ગાઉનમાં લી સુંદર દેખાઈ રહી છે. કેટી તેને નવેમ્બરમાં પોતાના ઘરે લઈને આવી હતી. લીએ કેટી ઉપરાંત તેના સાસુ-સસરાનું દિલ પણ જીતી લીધું. હાલ આ પરિવારનો એક ભાગ છે. કેટી વ્યવસાયે શિક્ષિકા છે. તેણે કહ્યું કે, મને શ્વાનની ઘણી ચિંતા થાય છે અને તેઓ ખુશ રહે તે માટે હું મારાથી શક્ય તેટલા પ્રયત્નો કરી રહી છું. મને લાગે છે કે, લીનાં નાનાં-નાનાં બચ્ચાં પણ મારા વગર રહી નહીં શકે, પરંતુ જ્યારે લોકો તેમને અડોપ્ટ કરીને સાથે લઇ જશે ત્યારે મને વધારે ખુશી થશે.