યુવતીઓ સામાન્ય દિવસોમાં કંગન પહેરવાનું પસંદ કરતી નથી, પરંતુ પ્રસંગોમાં ટ્રેડિશનલ આઉટફિટની સાથે કંગન લુકને સંપૂર્ણ કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે કંગન પહેરવાનું સેલેબ્સ પણ પસંદ કરે છે. કંગનની સુંદર ડિઝાઇન અને વેરાઇટી વેડિંગ સિઝનમાં ટ્રેડિશનલ સાથે ચાંદ ચાંદ લગાવશે અને હાથની સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે.
કુંદન કંગન
કુંદનના નંગ અને ગોલ્ડ અથવા સિલ્વરની મદદથી કુંદન કંગન બનાવવામાં આવે છે. કુંદનના સેટની સાથે કુંદનના કંગન પહેરવાનો આગ્રહ રાખો. રોયલ લુક આપતાં આ કંગન દરેક આઉટફિટની સાથે મેચ થાય છે. તેને લગ્ન અને નાનામોટા પ્રસંગોમાં કેરી કરી શકાય છે.
પોલ્કી કંગન
પોલ્કી કંગન શાહી લુક આપે છે. એમાં અલગ અલગ રંગના સ્ટોન લગાવવામાં આવે છે. જે એની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. વેડિંગમાં ટ્રેડિશનલની સાથે રિચ લુક મેળવવા માટે પોલ્કી કંગન ટ્રાય કરી શકાય છે. પોલ્કી કંગનની સાથે મેચ થાય એવો સેટ સરળતાથી મળી જશે છે. એ ટ્રાય કરી શકો.
પર્લ કંગન
દરેક આઉટફિટ સાથે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી જ શૂટ થાય એવું જરૂરી નથી. અમુક આઉટફિટ સાથે પર્લ જ્વેલરી વધુ સુંદર લાગે છે. પર્લ જ્વેલરી જ્યારે પહેરો ત્યારે એની સાથે પર્લ કંગન પહેરવાથી એ તમારી સુંદરતામાં ઉમેરો કરવાનું કામ કરે છે, અટલું જ નહીં રોયલ લુક પણ આપશે. આ કોમ્બિનેશન ટ્રાય કરવા જેવું છે. તમે બધાથી અલગ તરી આવશો.
મીનાકારી કંગન
મીનાકારી એ પ્રાચીન સમયથી ચાલી આવતી કલા છે. મીનાકારીથી બનાવવામાં આવતી જ્વેલરી યુવતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. મીનાકારી એરિંગ્સ, નેકપિસ, કંગન એમ દરેક પ્રકારની જ્વેલરીને પસંદ કરવામાં આવે છે. પ્રસંગોમાં મીનાકારી જ્વેલરી અને કંગન ક્લાસી લુક આપે છે.
ટેમ્પલ ડિઝાઇન કંગન
સાઉથની લોકપ્રિય ટેમ્પલ ડિઝાઇન જ્વેલરી સેલેબ્સમાં પોપ્યુલર છે. આ ઉપરાંત સાઉથ સિવાય હવે નોર્થમાં પણ તે ઇન ડિમાન્ડ છે. ટેમ્પલ ડિઝાઇન એટલી સુંદર અને આકર્ષક હોય છે કે તેના કંગન જ નહીં, નેકપીસ, એરિંગ્સ વગેરે પણ હોટ ફેવરિટ છે. ઘણાં સેલેબ્સ પોતાનાં લગ્નમાં ટેમ્પલ જ્વેલરી પહેરી ચૂક્યા છે.
બ્રેસલેટ કંગન
બ્રેસલેટ સ્ટાઇલ કંગનમાં નંગ લગાવવામાં આવ્યા હોય છે. તે દરેક વેસ્ટર્ન ડ્રેસની સાથે સુંદર લાગે છે. બ્રેસલેટ કંગન ટ્રેડિશનલ ડ્રેસીસની સાથે ક્લાસી લુક માટે પહેરી શકાય છે. બ્રેસલેટ સ્ટાઇલ કંગન યુવતીઓમાં હોટ ફેવરિટ છે.
લાખના કંગન
લાખ એક ખાસ પ્રકારની ધાતુ હોય છે. એમાંથી કંગન બનાવવામાં આવે છે. લાખના કંગન ખાસ કરીને રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. આ કંગન દેખાવમાં જેટલા સુંદર લાગે છે એટલા જ પહેરવામાં લાગે છે. જોકે એ નાજુક હોવાથી તેને બહુ સાચવીને પહેરવા પડે છે. આ કંગનનું કલર કોમ્બિનેશન બહુ સુંદર અને મનમોહક હોય છે. આ જ કારણ છે કે વિદેશી યુવતીઓ પણ આવા કંગન બહુ પસંદ કરે છે.