કિલ યુનિવર્સિટીના સંશોધકોએ લગ્ન અને હાર્ટએટેક વચ્ચેના સંબંધ વિશે કરેલા અભ્યાસ પ્રમાણે, વિવાહિત લોકોને હાર્ટએટેકના જોખમમાં ૪૦ ટકાનો ઘટાડો થતો હોય છે. જે કુંવારા હોય છે તેમને હાર્ટએટેકનું ૪૦ ટકા વધારે જોખમ રહે છે. વિવાહિતોને સ્ટ્રોકની પણ ઓછી અસર થાય છે.સંશોધકોએ કહ્યું કે રિલેશનશિપમાં વિવાહિત રહેનારાઓને માનસિક તાણનું જોખમ ઓછું રહે છે.
બે મિલિયન પર અભ્યાસ
સંશોધકોએ વિશ્વભરમાંથી ૪૨થી ૭૭ વર્ષની વયના લગભગ બે મિલિયન દર્દીઓના ડેટાનું અધ્યયન કર્યા પછી આ તારણ મેળવ્યું છે. સંશોધનમાં જણાવ્યું છે કે લોકોની વય, લિંગ, હાઇ બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, સ્મોકિંગ જેવા જોખમી પરિબળો હૃદય સંબંધિત રોગો માટે જવાબદાર હોય છે. વિવાહિત- કુંવારા, વિધૂર-વિધવાને હૃદય સંબંધિત રોગોનું જોખમ ૪૨ ટકા વધારે રહેતું હોય છે. અધ્યયનમાં એવું પણ સામે આવ્યું કે છૂટાછેડા લીધેલ પુરુષ અને મહિલા બંને માટે હૃદય સંબંધિત રોગોનું ૩૫ ટકા વધારે જોખમ રહેતું હોય છે.
વિધૂર-વિધવાને વધુ જોખમ
સંશોધન અનુસાર વિધવા અને વિધૂરને સ્ટ્રોકનું ૧૬ ટકા જોખમ વધારે રહેતું હોય છે. પરિણીત લોકોની તુલનાએ અપરિણીત લોકોને હૃદય સંબંધિત બીમારીઓનું ઘણું જોખમ રહેતું હોય છે. અપરિણીત લોકોમાં હાર્ટએટેકથી મોતનું ૪૨ ટકા વધારે જોખમ રહેતું હોય છે.
૧,૫૦,૦૦૦ લોકોનાં મૃત્યુ
બ્રિટનમાં એક વર્ષમાં હાર્ટેએટેકથી ૧,૫૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થાય છે. વૈજ્ઞાનિકોએ લગ્નને સામાજિક સહયોગનો એક મહત્ત્વનું પરિબળ ગણાવ્યું છે. પરિણીત લોકોમાં ચિત્તભ્રંશની સમસ્યામાં પણ ત્રીજા ભાગનો ઘટાડો થતો હોય છે.
લગ્ન એટલે આશીર્વાદ
સંશોધકો લગ્નને આશીર્વાદ ગણી રહ્યાં છે. પરિણીત લોકોને હાર્ટએટેકેમાંથી બચવાની ઘણી સંભાવના રહેતી હોય છે. ૨૫,૦૦૦ લોકોનાં મેડિકલ રેકોર્ડને આધારે કરવામાં આવેલા સંશોધનમાં એવું તારણ આપવામાં આવ્યું છે કે અપરિણીત લોકોની તુલનાએ પરિણીત લોકોને ૪૦ ટકા ઓછું જોખમ રહેતું હોય છે.