લંડનઃ બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની ટીમે આ અંગેના રિસર્ચ પછી જોયું કે, સ્વાદિષ્ટ ભોજનની ચાહત આહાર પ્રત્યેનાં વલણો બદલી નાંખે છે. તેથી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એ વસ્તુ ખાઈ લો. ફ્રાન્સની શાળાનાં બાળકો, કેટલાક વયસ્ક અમેરિકન અને ઇરાની મહિલાઓ પર થયેલા પ્રયોગના આધારે આ તારણ મેળવવામાં આવ્યું હતું.