લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. વર્ષાબહેન પીનરમાં યોજાતી રેમ્બલર્સ વેલબિઇંગ વોક્સમાં 16 વર્ષ કરતાં વધુ સક્રિય યોગદાન આપી રહ્યાં છે.