કોઇ પણ સ્ત્રીના દેખાવમાં સૌથી મોટો રોલ તેના વાળનો હોય છે. સ્ત્રીએ ગમેતેટલા જાજરમાન વસ્ત્રો પરિધાન કર્યા હોય, પણ જો વાળ નિસ્તેજ લાગતા હશે તો અપિરિયન્સ ઝીરો થઈ જાય છે. હેર ડાઈ વેચાવા પાછળનું આ જ તો સૌથી મોટું કારણ છે. વ્યક્તિના દેખાવમાં વાળ તેનો પ્લસ પોઇન્ટ છે. આપણા વાળના બંધારણમાં કેરોટીનની મુખ્ય ભૂમિકા હોય છે, જેને કારણે વાળ મુલાયમ અને કાળા રહે છે.
વાળને હેલ્ધી અને શાઈની રાખવા માટેની કેટલીક ટિપ્સ અહીં રજૂ કરી છે. વાળની ઊગવાની પ્રક્રિયા અંગે તો આપણે જાણીએ જ છીએ. મૂળથી આગળ વધેલા વાળ એ ખરેખરમાં ડેડ પાર્ટી હોય છે. આથી તેની જાળવણી કેવી રીતે કરીએ તો વાળ ચમકદાર અને મુલાયમ લાગે તે જાણીએ...
તમારા વાળને સિલ્કી અને શાઈની રાખવા માટે ઓઇલ બેસ્ટ ઓપ્શન છે. હેર ઓઇલનું કેટલું મહત્ત્વ છે તે વિગતે જાણીએ.
• હેર વોશ પહેલાં વાળમાં હેર ઓઇલ ચોક્કસ કરવું, જેથી વાળની ચમક જળવાઈ રહે અને હેરને ડેમજ થતાં અટકાવી શકાય. આ ઉપરાંત આનાથી આપણા સ્કાલ્પની સ્કિનને પણ યોગ્ય પોષણ મળી રહે છે. પરિણામે વાળની વૃદ્ધિ સારી રીતે થાય છે.
• આયુર્વેદમાં વાળ માટે હેર ઓઇલનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આંગળીના ટેરવે માથામાં ધીમે ધીમે હૂંફાળા તેલને નાખવું. જેને કારણે વાળની ગુણવત્તા તો સુધરે જ છે, પણ સાથે સાથે સ્ટ્રેસ અને ટેન્શન પણ ઓછું થાય છે.
• દિવસે દિવસે આપણી રોજિંદી જીવનશૈલી સ્ટ્રેસવાળી થતી જાય છે. આથી બહુ નાની વયે વાળ સફેદ થવા લાગે છે. તો બીજી તરફ પોલ્યુશનને કારણે સ્કાલ્પના પોર બ્લોક થઈ જાય છે. નિયમિત રીતે હેર ઓઇલ કરવામાં આવે તો જે પોર બ્લોક થઈ ગયા હોય તે ખૂલી જાય છે. તે ઉપરાંત વાળની બીજી સમસ્યાઓ જેવી કે ખોડો થવો, બેમૂળ વાળ વગેરે તકલીફો દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.
કયારે તેલ નાખવું?
જો રાત્રે સૂતા પહેલાં વાળમાં તેલ નાખવામાં આવ્યું હોય તો તે સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે, થાક પણ દૂર થાય છે અને તેલ લાંબો ટાઇમ વાળમાં રહે છે, જેથી વાળમાં ગ્લો આવે છે.
કેવું તેલ નાખવું?
શક્ય હોય ત્યાં સુધી વાળમાં હૂંફાળું તેલ નાખવું. એક વસ્તુ ધ્યાન રાખવી, તેલને ક્યારેય સીધું ગરમ કરવું નહીં. કોઈ એક મોટા પાત્રમાં પાણી ઉકાળી અને તેમાં તેલનું નાનું બાઉલ મૂકવું, જેથી તેલનાં તત્ત્વોમાં તેમાં જળવાઈ રહે.