મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં ચા વેચતી ભારતીય મૂળની ઉપમા વિરડીને ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ્સે બિઝનેસ વુમન ઓફ યર ૨૦૧૬ના ખિતાબથી નવાજી છે. ઉપમા ત્યાં ચાનો ઓનલાઇન બિઝનેસ કરે છે અને ચાવાળી તરીકે ઓળખાય છે. તે ચા અંગે વર્કશોપ પણ યોજે છે. ઉપમાએ જણાવ્યું કે તેના દાદા આયુર્વેદિક ડોક્ટર છે. તેથી તે ચા બનાવવામાં આયુર્વેદના નવા-નવા નુસખા અજમાવે છે. ૨૬ વર્ષીય ઉપમા વ્યવસાયે વકીલ છે અને ચાનો પાર્ટટાઇમ બિઝનેસ કરે છે.