શિયાળાના ઠંડાગાર દિવસોમાં સ્કિન ડ્રાય અને ડિહાઇડ્રેટ થઇ જાય છે. પરિણામે આ સિઝનમાં મેકઅપ કરવામાં તકલીફ પડે છે. વળી, વિન્ટરમાં મેકઅપ સ્કિનને ડ્રાય અને ડલ પણ બનાવે છે. તો પછી આનો ઉપાય શું? બ્યુટી એક્સપર્ટ્સ કહે છે કે આ પ્રકારની સ્થિતિમાં હેવી મેકઅપ કરવાને બદલે હાઇડ્રેટિંગ ડ્યૂઇ મેકઅપ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. તેને ફોલો કરીને તમે સરળતાથી ઘરેબેઠાં ટ્રેન્ડી મેકઅપ લુક ક્રિએટ કરી શકો છો.
• સ્કિનને એક્સફોલિએટ કરોઃ હાઇડ્રેટ ડ્યૂઇ મેકઅપ લુક ક્રિએટ કરતા પહેલાં સ્કિનને સારી રીતે એક્સફોલિએટ અને હાઇડ્રેટ કરવી બહુ જરૂરી છે. કોઇ પણ પ્રકારનો મેકઅપ લુક ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં ચહેરા પરથી ડેડ સ્કિન સેલ્સ અને ગંદકીને દૂર કરો. એ માટે સૌથી પહેલાં ચહેરાને કોઇ પણ માઇલ્ડ ક્લીન્ઝરથી સાફ કર્યા બાદ સારી રીતે એક્સફોલિએટ અથવા સ્ક્રબ કરવાનો છે. એ માટે તમે કોઇ પણ રેગ્યુલર સ્ક્રબ અથવા નેચરલ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
• હાઇડ્રેટિંગ સ્કિન કેરઃ વિન્ટર સિઝનમાં ડ્રાય અને ઓઇલી દરેક સ્કિન ટાઇપ માટે સ્કિનને હાઇડ્રેટ કરવી જરૂરી છે. શિયાળામાં સોફ્ટ ડ્યૂઇ મેકઅપ લુક ક્રિએટ કરવા માટે થમ્બ મેકઅપ રૂલ ફોલો કરી શકો છો. જેમાં સ્કિનને હાઇડ્રેટ કરવા મોઇશ્ચરાઇઝર પ્રોડક્ટથી શરૂઆત કરી થિક ફોર્મ્યુલા એપ્લાય કરો. જે માટે મેકઅપ પહેલાં મોઇશ્ચરાઇઝિંગ સીરમ, ફેસ ઓઇલ અને છેલ્લે ક્રીમ મોઇશ્ચરાઇઝર એપ્લાય કરો.
• ઓઇલથી સ્કિનને કરો લોકઃ શિયાળામાં સ્કિન ડ્રાય થઇ જાય છે, તેથી મેકઅપ શરૂ કરતાં પહેલાં સ્કિન પર ફેસ ઓઇલ મસાજ કરી મોઇશ્ચરાઇઝર એપ્લાય કરો. આ ઉપરાંત તમે ફેસ ઓઇલ અને મોઇશ્ચરાઇઝરને મિક્સ કરીને ચહેરા પર એપ્લાય કરી શકો છો. એનાથી તમારી મેકઅપ પ્રોડક્ટ્સનું બ્લેન્ડિંગ સરળ થઇ જાય છે.
• ડ્યૂઇ બેઝ મેકઅપઃ હંમેશા યાદ રાખો કે મેકઅપ લુક ક્રિએટ કરવા માટે યોગ્ય ફાઉન્ડેશન અથવા ટિંટ પસંદ કરવું જરૂરી છે. એ માટે તમે નેચરલ સ્કિન ટોન અનુસાર લિક્વિડ ફાઉન્ડેશન પસંદ કરી શકો. એનાથી સ્કિન નેચરલ ગ્લોઇંગ અને પ્લમ્પ દેખાય છે. ફુલ કવરેજ ફાઉન્ડેશનમાં લિક્વિડ ફાઉન્ડેશનની જેમ લ્યુમિનાઇઝિંગ થતું નથી. વિન્ટરમાં ડ્રાય સ્કિન પર ફાઉન્ડેશન અને સીરમને મિક્સ કરીને એપ્લાય કરી શકો છો.
• ગ્લોઇંગ બ્રોન્જઃ હાઇડ્રેટિંગ સ્કિન કેર રૂટિન ફોલો કરવા અને લ્યુમિનિયસ બેઝ મેકઅપ સેટ કર્યા બાદ તમારી સ્કિન આગળના સ્ટેપ માટે તૈયાર થઇ ચૂકી છે. તેથી આ સ્ટેપમાં તમે ચહેરા પર થોડું સ્પાર્કલ એડ કરી શકો છો. બેઝ મેકઅપ સેટ કર્યા બાદ ફેસ પર ક્રીમી ગ્લોઇંગ બ્રોન્ઝરથી શેપ આપી શકો. વિન્ટર સીઝનમાં ગ્લોઇંગ બ્રોન્ઝનો જ ઉપયોગ કરો, કારણ કે આ સ્કિન પર લાંબા સમય સુધી ટકી રહે છે. મેકઅપ નેચરલ અને સુંદર દેખાય છે.
• હાઇલાઇટ કરો ચીક બોન્સઃ ડ્યૂઇ સ્કિન લુક માટે ક્રીમ હાઇલાઇટરને ચીક બોન્સ, નોઝ બ્રિઝ, આઇલિડ, લિપ્સ અને ફેસના બધા હાઇ પોઇન્ટ્સ પર એપ્લાય કરી હાઇલાઇટ કરો. વિન્ટર વેડિંગ્સમાં બધા મેકઅપ લુક્સ સાથે હાઇલાઇટર આકર્ષક લાગે છે.