અમેરિકાના ઉટાહનાં ડવાન જેકબસને વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા વોટરસ્કીઅર તરીકે નામના મેળવી છે. ડવાન 92 વર્ષના છે, પણ આ ઉમરે ય તેઓ મોજાં પર સ્કીઈંગનો રોમાંચ માણે છે. તેમના અદભુત સાહસની નોંધ ગિનેસ બુકમાં પણ લેવામાં આવી છે. તેમણે 1961માં 29 વર્ષની ઉંમરે વોટર સ્કીઇંગની શરૂઆત કરી હતી, જે આજ સુધી ચાલે છે. આજે પણ સ્ફૂર્તિથી તરબતર ડવાન કહે છે કે જ્યારે પણ હું પાણીમાં જાઉ છું ખૂબ જ ઉત્સાહિત થઈ જાઉ છું. હું નસીબદાર છું કે મારું આરોગ્ય સારું છે જેના કારણે હું સ્કીઇંગ કરી શકી છું. ડ્વાનના વોટર સ્કીઇંગ કરવાના શોખે હવે તેમના પરિવારને પણ આ ચસ્કો લગાડ્યો છે અને વોટર સ્કીઇંગ હવે જાણે એક પરંપરા બની ગઈ છે.