ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામને ફોર્બ્સનાં વિશ્વની સૌથી વધુ શક્તિશાળી ૧૦૦ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતની ત્રણ મહિલાઓ આ લિસ્ટમાં સ્થાન પામી છે જેમાં નિર્મલા સીતારામન ૩૪મા ક્રમે છે. એચસીએલનાં સીઈઓ રોશની નાદર મલ્હોત્રા અને બાયોકોનનાં સ્થાપક કિરણ મજુમદાર શો ૬૫મા ક્રમે છે. નિર્મલા ભારતનાં પ્રથમ પૂર્ણ સમયનાં મહિલા નાણા પ્રધાન છે. આ પહેલાં તેઓ દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન હતાં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સંસદમાં કોંગ્રેસનાં સાંસદ અધીર રંજન ચૌધરીએ તેમને નિર્મલાને બદલે સરકારની હાએ હા કરતા ‘નિર્બલા’ સીતારામન કહ્યા હતા!
છેલ્લા ૯ વર્ષથી જર્મનીનાં મર્કલ ટોચ પર
છેલ્લા ૯ વર્ષથી જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કલ આ યાદીમાં ટોચે છે.
બીજા નંબરે યુરોપની સેન્ટ્રલ બેંકના પ્રમુખ ક્રિસ્ટિન લેગાર્ડ અને ત્રીજા નંબરે અમેરિકાના સાંસદ અને સ્પીકર નેન્સી પલોસી છે.
ઇવાન્કા ટ્રમ્પ ૪૨મા સ્થાને
આ યાદીમાં મિલિન્ડા ગેટ્સ ૬ઠ્ઠા ક્રમે અને યુએસનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ૨૯મા ક્રમે છે. બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના ૨૯મા નંબરે છે.
આઈબીએમનાં સીઈઓ ગિની રોમેટી ૯મા, ન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા એન્ડ્રેન ૩૮મા, સિંગર રિહાના ૬૧મા, બિયોન્સ ૬૬મા અને ટેલર સ્વિફ્ટ ૭૧મા, ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ૮૧મા અને ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ ૧૦૦મા ક્રમે છે.