મહિલાઓ પાસે સ્ટાઇલિંગ ઓપ્શન્સની કોઈ કમી નથી. ખાસ કરીને તમે કેઝ્યુઅલ્સમાં કયા વેસ્ટર્ન વેર પહેરવા ઇચ્છો છો તો એકદમ કમ્ફર્ટેબલ પણ છે. એમાં તમે બેગી પેન્ટ્સને સ્ટાઇલ કરી શકો છો. આ પેન્ટ થોડાં લૂઝ હોય છે. ગરમીમાં ખાસ કરીને વધારે આરામદાયક ફીલ થાય છે. તેને આખો દિવસ પહેરવામાં કોઇ તકલીફ પડતી નથી. બેગી પેન્ટ્સની સૌથી સારી વાત એ છે કે તેને અલગ અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે. આ લૂઝ પેન્ટ પહેરીને તમે રોજ નવો લુક ક્રિએટ કરી શકો છો. તો આજે બેગી અલગ અલગ રીતે સ્ટાઇલ કરવાની રીત અંગે જાણીએ.
બેગી પેન્ટ સાથે ક્રોપ ટોપ સ્ટાઇલ કરો. જ્યારે બેગી પેન્ટ્સને સ્ટાઇલ કરો ત્યારે લુકને બેલેન્સ કરવા તેની સાથે ક્રોપ ટોપ પહેરો. ફિટેડ ક્રોપ ટોપની સાથે હાઇ વેસ્ટ લૂઝ કાર્ગો અથવા જોગર્સ પેન્ટ તમારા લુકને એક સ્ટાઇલિશ ટચ આપે છે. તમે આ લુકમાં મોનોક્રોમેટિક લુક પણ કેરી કરી શકો છો. બ્લેક એન્ડ વ્હાઇટ કે પછી અમુક અન્ય કલર્સ કોમ્બિનેશન પણ સારું લાગે છે. તમારા લુકને કમ્પ્લિટ કરવા સાથે સ્નીકર્સ તથા બેગને કેરી કરવાનું ભૂલતાં નહીં.
સામાન્ય રીતે બેગી પેન્ટ્સ સાથે લુઝ અપરવેર પહેરવાની સલાહ આપવામાં આવતી નથી. તેમ છતાં તમે તમારા લુક સાથે એક્સપેરિમેન્ટલ હોવા ઇચ્છો છો તો એમાં લૂઝ ટી શર્ટને સ્ટાઇલ કરી શકો છો. એમાં બોટમમાં ડેનિમને પ્રાથમિકતા આપો. બેગી જિન્સ લૂઝ હોવા છતાં એક શેપ આપે છે. તેથી એની સાથે લૂઝ ટોપ કે ટી શર્ટને સ્ટાઇલ કરી શકાય છે. લુકને કમ્પ્લિટ કરવા એક્સેસરીઝ પર ખાસ ધ્યાન આપો. આ લુકમાં હૂપ્સ કે નેકપીસનું લેયરિંગ તમને એક સ્ટેટમેન્ટ લુક આપશે.
પ્રિન્ટ્સ સાથે કરો એક્સપેરિમેન્ટ
આમ તો બેગી પેન્ટ્સ પહેરતી વખતે મોનોક્રોમેટિક લુક કે પછી પ્લેન આઉટફિટ પણ સારા લાગે છે. લુકને વધારે બ્રાઇટ તથા કલરફુલ બનાવવા ઇચ્છો છો તો ડિફરન્ટ્સ પ્રિન્ટ્સને એક સાથે સ્ટાઇલ કરવાનો પ્રયત્ન કરો. જેમ કે, પ્લેન વ્હાઇટ ટી શર્ટ પહેરી રહ્યાં છો તો તેની સાથે પ્રિન્ટેટ બેગી પેન્ટ્સ પહેરી શકો છો. તમે સોલિડ કલર બેગી પેન્ટ્સ પહેરી રહ્યાં હોવ તો તેની સાથે સ્ટ્રાઇપ્ડ શર્ટને સ્ટાઇલ કરી શકાય.
બેગી પેન્ટ્સ સાથે પહેરો હીલ્સ
મોટાભાગની મહિલાઓ બેગી પેન્ટ્સ પહેરે છે. તેની સાથે સ્નીકર્સ કે શૂઝ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ તમારે લુકને આગવો ટચ આપવો હોય તો બેગી પેન્ટ્સ સાથે હીલ્સને પણ સ્ટાઇલ કરી શકો છો. આ લુકમાં ટી શર્ટની સાથે બેગી પેન્ટ્સ પહેરો.