કુવૈત સિટીનો આ ફોટોગ્રાફ શહેરના સૌથી ઊંચા અલ હમરા ટાવર પરથી લેવાયો છે. આ તસવીરમાં સંપૂર્ણ શહેર ધુમ્મસની ચાદરમાં છુપાયેલું દેખાય છે. સાઉદી અરબના પૂર્વ હિસ્સામાં આવેલા અલ અહસાના પર્વતો પર મહિલાઓનું એક જૂથ યોગાસન કરતું દેખાય છે. સાઉદી અરબમાં યોગ અંગે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાો છે. અલ અહસા સાઉદી અરબનું સૌથી પ્રાચીન શહેર છે. ૧૯૩૦માં દમ્મામ નજીક પ્રથમ પેટ્રોલિયમ ભંડાર મળ્યો હતો. અહીં ૨૦ લાખ ખજૂરના વૃક્ષો છે, જેના થકી વર્ષે ૧ લાખ ટન ખજૂરનું ઉત્પાદન થાય છે. ઉનાળામાં અલ અહસા શહેરમાં મહત્તમ તાપમાન ૫૦.૮ ડિગ્રીને આંબે છે તો ઠંડીમાં પારો ન્યૂનતમ માઈનસ ૨ ડિગ્રી સુધી ગગડી જતો જોવા મળે છે.