સફળતાના શિખર સુધી પહોંચવાની વાત આવે ત્યારે વય કોઇ મહત્ત્વ ધરાવતી નથી અને આ વાત મહારાષ્ટ્રના થાણેની રહેવાસી પ્રિશા લોકેશ નિકાજૂએ સાબિત કરી છે. તે વિશ્વના સર્વોચ્ચ પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી સફળતાપૂર્વક આરોહણ કરનારી સૌથી નાની વયની પર્વતારોહક બની છે. પ્રિશાએ તેના પિતા લોકેશ નિકાજુ સાથે 5364 મીટરની આ ઊંચાઇ સર કરી હતી. પ્રિશાના પિતા પણ પર્વતારોહી છે અને પ્રિશા આ સિદ્ધિ સાકાર કરવા માટે દરરોજ આઠથી નવ કિલોમીટર સુધી ચાલતી હતી.