સિદ્ધિ અને સફળતાનો વિશેષ આનંદ

Friday 14th April 2023 09:43 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઓસ્કર વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના નિર્માતા અને નિર્દેશક સહિતની ટીમ સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ મુલાકાતનો ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ આ દસ્તાવેજી ફિલ્મના નિર્દેશક કાર્તિકી ગોન્ઝાલ્વિસ અને નિર્માતા ગુનીત મોંગા સાથે જોવા મળી રહ્યા હતા. વડા પ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે ‘એલિફન્ટ વ્હિસ્પરર્સે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યુ અને લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી છે.’




to the free, weekly Gujarat Samachar email newsletter