સિમ્પલ આઉટફિટમાં પણ સ્ટાઇલિશ લુક આપશે સિલ્વર જ્વેલરી

Saturday 05th October 2024 08:20 EDT
 
 

કોલેજ હોય કે ઓફિસ, યુવતીઓ પોતાના લુકને હંમેશાં પરફેક્ટ બનાવવા ઇચ્છે છે. અમુક યુવતીઓ એવી છે જેને સ્ટાઇલિશ ડ્રેસ ગમે છે અને અમુક સિમ્પલ આઉટફિટ પહેરવાનું પસંદ કરે છે. જોકે સિમ્પલ ડ્રેસ પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની સાથે તમે અનેક પ્રકારની સ્ટાઇલિશ જ્વેલરી કેરી કરી શકો છો. આજકાલ સિલ્વર જ્વેલરીનો ક્રેઝ વધારે છે. સિલ્વર જ્વેલરી તમને સિમ્પલ કપડાંમાં પણ સ્ટાઇલિશ લુક આપે છે. તો આવો આજે આપણે જાણીએ સિલ્વર જ્વેલરીમાં જોવા મળતી કેટલીક સ્ટાઇલ વિશે...
બોહો સ્ટાઇલ જ્વેલરી
આજકાલ યુવતીઓમાં બોહો આઉટફિટ ફેશનમાં છે. એની સાથે તમે બોહો જ્વેલરી ટીમઅપ કરીને પહેરશો તો તમારો લુક વધારે સ્ટાઇલિશ લાગશે. બોહો આઉટફિટ સાથે જ બોહો જ્વેલરી સૂટ કરે છે એવું નથી. તમે લોન્ગ સ્કર્ટ સાથે બોહો સ્ટાઇલની સિલ્વર જ્વેલરી કેરી કરી શકો છો. એમાં તમારો લુક ડિફરન્ટ લાગશે. લોન્ગ સ્કર્ટ સાથે બોહો સ્ટાઇલ સિલ્વર જ્વેલરી ટીમઅપ કરી શકો. લોન્ગ સ્કર્ટ સાથે સિલ્વર ઓક્સોડાઇઝ ચોકર અથવા લોન્ગ નેકપીસ પણ પહેરી શકો છો. સ્ટડ્સ કે ડેંગલ્સ ઇયરિંગ્સ ટ્રાય કરો. એનાથી તમે વધારે સ્ટાઇલિશ લાગશો.
નોઝ પિન સાથે ઝૂમખાં
અત્યારે બજારમાં વિવિધ ડિઝાઇનની નોઝ પિન અવેલેબલ છે. આથી યુવતીઓમાં નોઝ પિન પહેરવાનો ટ્રેન્ડ છે. એથનિક કુરતી અથવા લોંગ સ્કર્ટ સાથે સરસ મજાની સિલ્વર નોઝ પિન ટ્રાય કરો. એની સાથે ઝૂમખાં કેરી કરો. આમાં કંઇક એન્હાન્સ કરવાની ઇચ્છા હોય તો બોલ્ડ આઇ મેકઅપ કરો અને ન્યૂડ બ્રાઉન શેડની લિપસ્ટિક લગાવો. ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં આ પ્રકારની સિલ્વર જ્વેલરી કેરી કરવાથી સ્ટાઇલિશ લુક મળશે.
ડીપ નેક માટે લોન્ગ ચોકર
તમને ડીપ નેક લાઇન કુરતી પહેરવાનું ગમતું હોય તો એની સાથે સિલ્વર રંગનો ચોકર પહેરી શકો છો. બજારમાં આ પ્રકારના ચોકર ડિફરન્ટ સ્ટાઇલમાં ઉપલબ્ધ છે. એમાંથી તમારા ચહેરા સાથે સૂટ થાય એવા ચોકરની પસંદગી કરો.
રિંગ અને ઝૂમખાંનું કોમ્બિનેશન
ગરમીના દિવસોમાં અનેક મહિલાઓ લોન્ગ મેક્સી પહેરવાનું પસંદ કરે છે. કોટનની લોન્ગ મેક્સી સાથે સિલ્વર રંગનાં ઝૂમખાં અને રિંગ કેરી કરો. આ તમારી સ્ટાઇલને અલગ બનાવે છે. સાથે જ તમારા માટે આ પ્રકારની જ્વેલરી કમ્ફર્ટ પણ રહેશે.
કુરતી સાથે સિલ્વર જ્વેલરી
યુવતીઓ ગરમીના દિવસોમાં કોટનની કુરતી પહેરવાનું પણ પસંદ કરતી હોય છે. જો તમે પણ સિમ્પલ કુરતી પહેરો છો તો સિલ્વર કલરનો નેકપીસ જરૂર પહેરો. એની સાથે એરિંગ્સ કેરી કરો. એનાથી તમને કમ્પ્લીટ લુક મળશે. હંમેશા યાદ રાખો સિલ્વર જ્વેલરી ઓલટાઇમ હોટ ફેવરિટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter