સોશિયલ મીડિયા પર પૂનાના શાંતાબાઈ પવારનો વીડિયો વાઈરલ

Monday 27th July 2020 08:06 EDT
 
 

પૂનાઃ સોશિયલ મીડિયા પર પૂનાના શાંતાબાઈ પવારનો વીડિયો વાઈરલ થયો હતો. હાથમાં લાકડી લઈ તેઓ સરકસના ખેલાડીની માફક કે કોઈ તલવારબાજની માફક તેને ઘુમાવતા હતા. ૮૫ વર્ષના માજીની સ્ફૂર્તિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. માજીએ કહ્યું હતું કે લાઠી કાઠી નામની આ આવડતરને કારણે એ પૈસા કમાઈ લે છે અને પોતાના પરિવારને મદદ કરે છે. તેઓ આઠ વર્ષના હતા ત્યારથી આ કળા જાણે છે. વીડિયોના અંતે શાંતાબાઈએ પોતાનો સંપર્ક નંબર પણ રજૂ કર્યો હતો. જેથી કોઈને આ લાઠીદાવનો શો રાખવો હોય તો સંપર્ક કરી શકે. સોનુ સૂદ, રિતેશ દેશમુખ સહિતના બોલિવૂડ કલાકારોએ દાદીમાની કળામાં રસ લીધો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter