શાઈની અને સ્પાર્કલ મેકઅપ આજકાલ ટ્રેન્ડમાં છે. આ મેકઅપ કરતી વખતે જરૂરી સાવચેતીઓ ન રખાય તો તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. તેને ટ્રાય કરતા આ વાતોને જરૂરથી ધ્યાનમાં રાખો. જેમ કે, ગ્લિટરને યોગ્ય, એકસરખું ન લગાવો તો તે શાઈની તો દેખાય છે પણ તેનો યોગ્ય નિખાર આવતો નથી. જો તમે ગ્લિટરને આઈશેડોની જેમ વાપરવાના બદલે મેટાલિક શેડનો આઇશેડો યૂઝ કરશો તો તે વધારે સુંદર દેખાશે. ગ્લિટર આઈશેડો વાપરવો હોય તો બજારમાં ઉપલબ્ધ પ્રેસ્ડ ગ્લિટર આઈશેડોનો જ ઉપયોગ કરો. યાદ રાખો કે ગ્લિટરને પહેલીવાર વાપરવા માટે ટ્યુટોરિયલ વીડિયોની મદદ ન લેશો. પાઉડર ગ્લિટરનો ઉપયોગ આપમેળે કરવાનું ટાળજો કેમ કે તેના ફેલાઇ જવાનો ડર રહેતો હોવાથી મેકઅપ બગડી શકે છે. પાઉડર ગ્લિટર કોઈ એક્સપર્ટ કે મેકઅપ આર્ટિસ્ટથી જ લગાવડાવો. કોન્ટેક્ટ લેન્સ યૂઝ કરતા હો તો ગ્લિટરનો ઉપયોગ કરવાનું ટાળશો કેમ કે એક પણ સ્પાર્કલ આંખમાં જશે તો તેનાથી નુકસાન થઈ શકે છે.