શિયાળાના ઠંડાગાર દિવસો ચાલી રહ્યા છે ત્યારે સ્ટાઇલિશ સ્કાર્ફ ફેશનિસ્ટોના ફેવરિટ બની ગયા છે. રંગબેરંગી સ્કાર્ફ ઠંડીથી રક્ષણ તો આપે જ છે પણ સાથે સાથે પર્સનાલિટીને પણ અનોખો નિખાર આપે છે. આ સ્કાર્ફને બેલ્ટ, કેપ, બો કે પછી બન્દાના સ્ટાઈલમાં પહેરી શકાય છે. હાલમાં માર્કેટમાં અલગ અલગ પ્રકારના સ્કાર્ફ ઉપલબ્ધ છે. જોકે સ્કાર્ફની પસંદગી કરતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ તમારા આઉટફિટને આકર્ષક બનાવે.
• કલરફુલ સ્કાર્ફઃ હાલ માર્કેટમાં અનેક પ્રકારની સર્જનાત્મક ડિઝાઈનવાળા કલરફૂલ સ્કાર્ફ મળે છે. આ ડિઝાઈનમાં ફૂટપ્રિન્ટ, પિત્ઝા, કપ કેક તેમજ ટાઈગર લાઈનિંગ અને એનિમલ પ્રિન્ટ વગેરેની ડિઝાઈન્સ લોકપ્રિય છે. આ કલરફુલ સ્કાર્ફ ડ્રેસની સુંદરતામાં વધારો કરી શકે છે. આ પ્રિન્ટ અને ડિઝાઈનના સ્કાર્ફ તમે પ્લેન ટી-શર્ટ કે ટોપ પર પહેરી શકો છો.
• વુલન સ્કાર્ફઃ વુલન સ્કાર્ફ સામાન્ય રીતે મફલર તરીકે ઓળખાય છે. અલબત્ત, આમાં મહિલાઓ માટે ખાસ કલેકશન પણ હોય છે. યુવતીઓ માટે મફલર મોટા ભાગે બ્રાઈટ રંગના હોય છે અને એમાં ચેક્સ ડિઝાઈન બહુ લોકપ્રિય બની છે. આ સ્કાર્ફના શાનદાર તમારા વ્યક્તિત્વને અનોખો નિખાર આપશે તેમાં બેમત નથી.
• પોકેટ સ્કાર્ફઃ પોકેટ સ્કાર્ફમાં લાંબા પટ્ટાની સ્ટાઈલના બે છેડા પર પોકેટ હોય છે. આ પોકેટ સ્કાર્ફ ઊનના મટિરિયલના બનેલા હશે તો વધારે હુંફ આપશે. આ સ્કાર્ફ દુપટ્ટાની જેમ ગળામાં લગાવવાથી બીજા કરતાં લુક અલગ અને આકર્ષક દેખાશે.
• ફ્લોરલ પ્રિન્ટ સ્કાર્ફઃ ફ્લોરલ પ્રિન્ટ સ્કાર્ફ દરેક પ્રકારની ડ્રેસિંગ સ્ટાઈલ પર સારો લાગે છે. એ પહેરવાથી ટ્રેન્ડી લુક મળે છે. વનપીસ, ટી-શર્ટ કે પછી કુર્તી પર આ ફ્લોરલ પ્રિન્ટ સ્કાર્ફ સારો લાગે છે.
• સિલ્ક સ્કાર્ફઃ આ સિલ્ક સ્કાર્ફ સ્ટાઈલિશ બ્લેઝર અને સ્માર્ટ પેન્ટ સાથે સારા લાગે છે.