દરેક માનુનીને તેની ત્વચા અને વાળ ખૂબ જ પ્રિય હોય છે અને તેની જોઈએ તેવી, બને તેટલી સંભાળ પણ રાખવાનો માનુનીઓ પ્રયત્ન પણ કરે છે. કોઈ પણ પ્રકારની ત્વચા કે વાળ ધરાવતી માનુની ગ્લિસરીનનો ઉપયોગ કરી શકે છે. ગ્લિસરીન ઠંડક આપે છે. ભેજ અને પાણીને પોતાની તરફ ખેંચી શકતું ગ્લિસરીન ત્વચાને ઓક્સિજન પૂરું પાડે છે, ઓક્સીજન સ્કિનના મોઈશ્ચર લેવલને સંતુલિત રાખે છે. ગ્લિસરીનથી ફક્ત સ્કિન-કેર જ નહીં પણ હેર-કેર પણ કરી શકાય છે. જોકે સ્કિન પર લગાવો એ રીતે સીધું જો વાળમાં લગાવશો તો વાળ ખરાબ થશે. ગ્લિસરીનનો બ્યુટી-કેરમાં કેવી રીતે ઉપયોગ થાય તેની કેટલીક ટિપ્સ અહીં આપી છે.
ત્વચા માટે ઉપયોગી
ડેન્માર્કમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ફક્ત ૧૦ મિનિટ સુધી ચહેરા પર ગ્લિસરીન લગાવીને રાખવાથી પણ ચામડીની ફ્રેશનેસ વધે છે જ્યારે જર્મનીમાં થયેલા એક રિસર્ચમાં જણાયું કે મોં વાટે ગ્લિસરીન લેવાથી પણ ચામડીને ફાયદો થઈ શકે છે અને ડેમેજ સ્કિન રિપેર થાય છે.
ત્વચાને મોઈશ્ચર પૂરું પાડે
સ્વીડનમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, જો રફ અને સૂકી સ્કિન પર રોજ મોઇશ્ચરાઇઝર તરીકે ગ્લિસરીન લગાવવામાં આવે તો એક્ઝિમા જેવા ચામડીના રોગોમાં પણ રાહત મળી શકે છે.
વૈજ્ઞાનિક રિસર્ચમાં પુરવાર થયું છે કે ગ્લિસરીન સ્કિનને ઇરિટેશન સામે પ્રોટેક્ટ કરે છે. ૧૯૯૮માં જર્નલ ઓફ ડર્મેટોલોજીમાં છપાયેલા રિપોર્ટ મુજબ ગ્લિસરીનને ડેમેજ થયેલી સ્કિન પર ડ્રેસિંગ તરીકે લગાવતાં ફાયદો થયો હતો તેમજ ગ્લિસરીન સ્કિન માટે એક પ્રોટેક્ટિવ બેરિયર સાબિત થયું હતું.
વાંકડિયા વાળ: દેખાવમાં કર્લી હેર ખૂબ સુંદર લાગે છે, પરંતુ એની સંભાળ ખૂબ જટીલ અને વધુ સમય લેનારી હોય છે. કર્લી વાળને સંભાળવા આસાન નથી. વાંકડિયા વાળની જો કોઈ ખૂબ મોટી તકલીફ હોય તો એ છે વાળ બરછટ થઈ જાય છે. જેમાં ગ્લિસરીનથી ફાયદો થઈ શકે છે. ગ્લિસરીન વાળમાં કન્ડિશનર તરીકે કામ કરે છે અને વાંકડિયા વાળમાં કર્લ મેઇન્ટેન રહે છે.
રીતઃ ગ્લિસરીનને વાળમાં લગાવવા માટે પાણી અને ગ્લિસરીનને સરખા પ્રમાણમાં લઈ મિશ્રણ બનાવો. બરાબર મિક્સ કરી એને સ્પ્રે - બોટલમાં ભરો અને વાળ ધોયા પછી વાળમાં સ્પ્રે કરો. સુગંધ માટે એસેન્શિયલ ઓઇલ પણ ઉમેરી શકાય. બરછટ, રેશમી, ઘટ્ટ કે પાતળા કોઈ પણ પ્રકારના વાળ માટે આ પ્રયોગ કરી
શકાય છે.
ત્વચા માટે: ગ્લિસરીન ત્વચાને મોઈશ્ચઇઝ કરીને ચામડીના કોષોને પુખ્ત બનાવે છે. જોકે એનો અર્થ એમ નથી કે એનાથી સ્કિન ઘરડી દેખાય છે. અહીં સ્કિન-સેલ મેચ્યોર હોવાને લીધે સ્કિન હેલ્ધી બને છે અને ચળકે છે. ગ્લિસરીન ત્વચા પર જો કોઈ ઘા હોય તો એને પણ ઝડપથી મટાડે છે. એટલે કે હીલિંગ પ્રોસેસમાં ગ્લિસરીન ઉપયોગી છે. ગ્લિસરીનથી ત્વચા પરના ઉઝરડામાં રાહત થાય છે અને ત્વચાના કોષો રિપેર થાય છે.
રીતઃ એક ભાગ ગ્લિસરીનને એક ભાગ મધ અને બે ભાગ પાણી કે દૂધ લઈ ચહેરા પર લગાવો. મિશ્રણને થોડું વધુ ઘાટું બનાવવા માટે ઓટમીલ પણ ઉમેરી શકાય. ચહેરા અને ગરદન પર લગાવી ૨૦ મિનિટ બાદ ધોઈ નાંખો.