ત્વચા સુંદર અને ચમકદાર હોય એવું દરેક યુવતીઓ ઇચ્છતી હોય છે. વાતાવરણમાં રહેલા પ્રદૂષણની અસર સહુ કોઇની ત્વચા પર થતી જ હોય છે. તેથી ત્વચાની યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવે તો તે દિવસે દિવસે ડલ થવા લાગે છે. આ ઉપરાંત ત્વચાને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્વચાને હેલ્ધી રાખવા માટે નિયમિત ફેસિયલ અને ક્લીનઅપ કરાવવું જોઇએ. એનાથી ત્વચાને અનેક ફાયદા થાય છે જે અંગે આજે આપણે વાત કરીએ.
સ્કીન સેલ સક્રિય રહેશે
દોડધામભર્યા જીવનમાં આપણે ત્વચાની સંભાળ બરાબર રાખી શકતા નથી. પરિણામે વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને ધૂળના બારીક રજકણો ત્વચાના કોષમાં ભરાઈ જતા હોય છે. બહાર જતી વખતે કરવામાં આવતો આછોપાતળો મેકઅપ, પરસેવો વગેરે બધું જ ત્વચાના કોષોને અસર કરે છે. આવા સમયે ફેસિયલ ત્વચાના છિદ્રોને, કોષોને સ્વસ્થ કરવાનું કાર્ય સારી રીતે કરી જાણે છે. ત્વચાને ડેડ થતી બચાવે છે તેથી નિયમિત ફેસિયલ અથવા કલીનઅપ કરવું જોઇએ.
બ્લેક અને વ્હાઇટ હેડ્સથી મુક્તિ
આજે મોટા ભાગની યુવતીઓને નાક ઉપર બ્લેક હેડ્સ અને દાઢી ઉપર વ્હાઇટ હેડ્સની તકલીફ થઇ જતી હોય છે. આ બંનેને દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય ફેસિયલ અને ક્લીનઅપ છે. તે કરાવવાથી નાક ઉપર અને દાઢી ઉપરના ડેડ સ્કીન સેલ્સ દૂર થાય છે. ત્વચા એકદમ સ્વચ્છ બને છે. જે યુવતીઓને પ્રદૂષણ અને ધુળના રજકણને કારણે બ્લેક હેડ્સ થયા હોય તો તે પણ દુર થાય છે.
વધતી ઉંમર દેખાતી નથી
ઉંમર વધી રહી હોવાની સૌથી પહેલો સંકેત તમને તમારી નિસ્તેજ ત્વચાથી પથી મળતો હોય છે. આપણા શરીરમા કોલેજન નામનું તત્ત્વ હોય છે. આ કોલેજન ત્વચાને ટાઇટ રાખવાનું કાર્ય કરે છે. ઉંમર વધવાની સાથે જો ત્વચાની માવજત ન રાખીએ તો કોલેજન ઘટે છે અને ત્વચા કરચલીવાળી બને છે. શરીરની અંદર રહેલું કોલેજન ત્વચાનું મોઇશ્ચર પણ ઘટાડે છે. નિયમિત રીત કરાવેલું ફેસિયલ ત્વચાની અંદર મોઇશ્ચરને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે અને તેના કારણે ત્વચા નિસ્તેજ કે કરચલીવાળી લાગતી નથી.
સ્કિનટોન અને પિગ્મેન્ટેશનમાં લાભ
ઘણાં લોકોના ચહેરા ઉપર કાળા ડાઘ પડી જતા હોય છે તેમજ ડાર્ક સર્કલ્સનો પ્રશ્ન પણ આજકાલ યુવતીઓ માટે જાણે કોમન બની રહ્યો છે. આ પ્રકારના પિગ્મેન્ટેશન ઉંમરના વધવા સાથે વધતા જાય છે. આજકાલ વધતી જતી ગરમી, પ્રદુષણ અને હોર્મોન્સમાં આવતા પરિવર્તનને કારણે જો તેની સમયાંતરે માવજત ન કરવામાં આવે તો તે દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. તમે નિયમિત ફેસિયલ કરાવશો તો પિગ્મેન્ટેશનની અસર ત્વચા પર નહીં દેખાય અને કાળા ડાઘ કે ડાર્ક સર્કલની તકલીફ પણ નહીં રહે. આ ઉપરાંત સ્કિનટોનમાં પણ પરિવર્તન જોવા મળશે.