જમ્પસૂટ સદાબહાર છે કેમ કે તે એક સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ છે, અને જો તેને ડિફરન્ટ રીતે પહેરવામાં આવે તો તે ગોર્જિયસ લુક આપે છે. આ જ કારણ છે કે તે ક્યારેય આઉટ ઓફ ફેશન થયાં નથી. તમે જમ્પસૂટ પહેરીને અલગ અલગ લુક્સ અને સ્ટાઇલ અજમાવી શકો છો. આજે યુવતીઓ પાસે સ્ટાઇલિંગના ઓપ્શનની કંઈ કમી નથી. જિન્સ, સ્કર્ટ, કુરતી, મીડી આ બધા ઉપરાંત જમ્પસૂટનો સ્ટાઇલમાં સમાવેશ થાય છે.
આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવી યુવતી હશે જેની પાસે વોર્ડરોબમાં જમ્પસૂટ ના હોય. બોલિવૂડમાં તો જમ્પસૂટની ફેશન બહુ જૂની છે. તેને અલગ અલગ રીતે પહેરી શકાય છે. જોકે, તેના ટ્રેન્ડમાં ઘણો ઉતાર-ચઢાવ આવ્યો છે, પરંતુ તે ક્યારેય આઉટ ઓફ ફેશન થયું નથી તે હકીકત છે. લેટેસ્ટ ફેશનની વાત કરીએ તો યુવતીઓમાં તે હોટ ફેવરિટ છે.
હવે આપણે એ જોઇએ કે જમ્પસૂટ પહેરતી વખતે કઇ બાબતને ધ્યાનમાં રાખવ જોઇએ. જમ્પસૂટ અનેક ડિઝાઇન અને ફેબ્રિકમાં તૈયાર કરવામાં આવે છે. જમ્પસૂટ પહેરો ત્યારે સૌથી ખાસ બાબત તો એ છે કે તેનું ફીટિંગ પરફેક્ટ હોય. જમ્પસૂટમાં અનેક સ્ટાઇલ મળી જશે, પરંતુ એ તમારી જરૂરિયાત મુજબ બેસ્ટ હોવી જોઇએ. સામાન્ય રીતે કમર પર ટાઇટ ફિટિંગ અને નીચે તરફ લૂઝ સ્ટાઇલ જમ્પસૂટ સારું લાગે છે. જેમની હાઇટ ઓછી હોય તેમણે ક્રોપ સ્ટાઇલ જમ્પસૂટની પસંદગી કરવી જોઇએ. એમાં સ્લિમ લુક અને લંબાઈ વધારે લાગશે. જેમની હાઇટ હોય તેઓ ફોર્મલ પાર્ટીઝ, ફેન્ડ્સની સાથે હેંગઆઉટ કે પછી શોપિંગ પર બિન્ધાસ્ત જમ્પસૂટ પહેરી શકે છે.
પ્રિન્ટને પ્રાયોરિટીઃ સ્ટાઇલિશ દેખાવા માટે જમ્પસૂટની પ્રિન્ટ પર ખાસ ધ્યાન આપો. આમ તો માર્કેટમાં પ્લેનથી લઇને અલગ અલગ પ્રિન્ટ્સના જમ્પસૂટ મળી જાય છે. તમે કંઇક ડિફરન્ટ સ્ટાઇલ મેળવવા ઇચ્છો છો તો ફ્લોરલથી લઇને પોલ્કા ડોટ પ્રિન્ટની મદદ લઇ શકો છો. આ પ્રિન્ટ્સ એવી છે જેની ફેશન એવરગ્રીન રહે છે. જમ્પસૂટની પસંદગી વખતે પ્રિન્ટને હંમેશા પ્રાયોરિટી આપો.
ડેનિમ લુકઃ જો તમે જમ્પસૂટમાં સ્ટાઇલિશ દેખાવા ઇચ્છો છો તો તમે ડેનિમ લુકને પસંદ કરો. જમ્પસૂટમાં ડેનિમ લુક ક્લાસી લાગે છે. આમ તમે અનેક પ્રકારના લુક કેરી કરી શકો છો. બોલિવૂડમાં અનેક અદાકાર ડેનિમ સ્ટાઇલ જમ્પસૂટને પોતાના લુક્સનો ભાગ બનાવી ચૂકી છે. એમાં કટવર્ક તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે.
બ્રાઇટ કલરઃ લાઇટ કલર કરતાં બ્રાઇટ કલરના જમ્પસૂટ વધુ આકર્ષક લાગે છે. તેથી શક્ય હોય તો બ્રાઇટ રંગના જમ્પસૂટનો ઉપયોગ કરવો જોઇએ. જમ્પસૂટને કોઇ પાર્ટી કે ઓફિસમાં કંઇક અલગ રીતે પહેરવાનું ઇચ્છતા હોવ તો સ્ટેટમેન્ટ લુક ક્રિએટ કરી શકો છો. એમાં તમે પોપ કલર ટ્રેન્ચ કોટ સાથે જમ્પસૂટ લેયરિંગ કરો. ઇવનિંગ પાર્ટીમાં જમ્પસૂટ પહેરી રહ્યા છો તો પ્લેન બ્લેક જમ્પસૂટની સાથે રેડ અથવા બ્રાઇટ કલરનો ટ્રેન્ચ કોટ ટ્રાય કરો. બ્લેકની સાથે રેડનું કોમ્બિનેશન સદાબહાર આકર્ષક લાગે છે.
ટર્ટલ નેક ટોપઃ વિન્ટરમાં દર વખતે જમ્પસૂટના લેયરિંગ કરતાં તેની ઉપર જ કંઇક પહેરવામાં આવે એ જરૂરી નથી. તમે ઇચ્છો તો લેયરિંગને રિવર્સ પણ કરી શકો છો. જેમ કે, આજકાલ ટર્ટલ નેક ટ્રેન્ડમાં છે. ઠંડીમાં તે આપણું રક્ષણ કરે છે. તેથી તમે પહેલાં લાઇટ કલર ટર્ટલ નેક વિન્ટર ટોપ અથવા સ્વેટરને પહેરો પછી તેની ઉપર જમ્પસૂટને સ્ટાઇલ કરી શકો છો. આ એક કેઝયુઅલ લુક છે અને ખૂબ સુંદર લાગે છે.