યુવતીઓના હાથની સુંદરતા વધારવાનું કામ બ્રેસલેટે લઇ લીધું છે. હળવા અને સુંદર અલગ અલગ પ્રકારનાં બ્રેસલેટ તમારા લુકને સિમ્પ્લિસિટીની સાથે પરફેક્ટ બનાવે છે. બ્રેસલેટ દરેક આઉટફિટ સાથે યુનિક લુક આપે છે.
• બ્રોડ બ્રેસલેટઃ આ બ્રેસલેટ પ્રસંગોમાં પહેરાય છે. તમે જ્વેલરીમાં હેવી ઓપ્શન પહેરવાનું પસંદ કરો છો, તો બ્રોડ બ્રેસલેટ સ્ટાઇલ કરી શકો. તમારા આઉટફિટ જો થોડાં સિમ્પલ હોય તો આ પ્રકારનાં બ્રેસલેટ તમારા લુકને કમ્પ્લીટ કરવામાં મદદ કરે છે. આ પ્રકારનાં બ્રેસલેટ ગોલ્ડ અને સિલ્વરમાં સરળતાથી મળી જાય છે. એમાં વિવિધ પ્રકારના કલરફુલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે, જે બ્રેસલેટને વધુ સ્ટાઇલિશ અને આકર્ષક બનાવે છે.
• લેયર્ડ બ્રેસલેટઃ જો તમે સ્ટાઇલિશ અને કૂલ વસ્તુઓ પસંદ કરતાં હો તો લેયર્ડ બ્રેસલેટ સ્ટાઇલ કરી શકો છો. આ પ્રકારનાં બ્રેસલેટ રૂટિનમાં કોલેજ ગોઇંગ ગર્લથી માંડી વર્કિંગ વુમન કેરી કરી શકે છે. લેયર્ડ બ્રેસલેટને કસ્ટમાઇઝ કરીને પણ સ્ટાઇલ કરી શકો છો.
• સિમ્પલ બ્રેસલેટઃ મિનિમલ જ્વેલરી પહેરવાનું પસંદ કરો છો તો તમે સિમ્પલ ડિઝાઇનનાં બ્રેસલેટ પહેરી શકો છો. યુવાપેઢી અને કોલેજ ગોઇંગ યુવતીઓ હેવીના બદલે સિમ્પલ બ્રેસલેટ પહેરવાનું પસંદ કરે છે. આ પ્રકારનાં બ્રેસલેટ રૂટિનમાં પહેરવા ઘણી યુવતીઓ કસ્ટમાઇઝ પણ કરાવતી હોય છે.
• સિલ્વર બ્રેસલેટઃ યુવતીઓમાં ગોલ્ડ પછી સિલ્વર બ્રેસલેટ્સ હોટ ફેવરિટ છે. સિલ્વર બ્રેસલેટમાં અનેક ડિઝાઇન અને વેરાઇટી બજારમાં ઉપલબ્ધ છે. સિલ્વર બ્રેસલેટની વિશેષતા એ છે કે તેને નાનાંમોટાં ફંક્શનથી માંડી ડેટિંગ પર પણ ટ્રાય કરી શકાય છે. સિલ્વરમાં ચાર્મિંગ વેવ બ્રેસલેટ, હાર્ટ બ્રેસલેટ, ફ્લોરલ ચાર્મ બ્રેસલેટ બહુ ક્યૂટ અને ટ્રેન્ડી છે.
• એડી બ્રેસલેટઃ યુવતીઓ એક જ પ્રકારનાં બ્રેસલેટ પહેરવા કરતાં ડિફરન્ટ પ્રકારનાં બ્રેસલેટ પહેરવાનો આગ્રહ રાખે છે. એમાં એડી બ્રેસલેટ ટીનએજરથી માંડી યંગ યુવતીઓમાં સૌથી ફેવરિટ છે. ચમકદાર અમેરિકન ડાયમંડમાંથી બનેલા આ બ્રેસલેટ લુકને પણ એટ્રેક્ટિવ અને ચમકદાર બનાવી દે છે. તમે આ સ્પેશિયલ બ્રેસલેટને પહેરીને કેઝ્યુઅલ આઉટફિટમાં પણ એલિગન્ટ દેખાશો.
• થ્રેડ બ્રેસલેટઃ થ્રેડ બ્રેસલેટ ટ્રેન્ડમાં છે, કારણ કે એમાં મલ્ટિકલર ઓપ્શન અવેલેબલ છે. તેથી આ દરેક ડ્રેસમાં ચાલે છે. યુનિસેક્સ હોવાને કારણે થ્રેડ બ્રેસલેટ કોલેજ ગોઇંગ યુવતીઓની સાથે સાથે યુવકો પણ પહેરી કરે છે. જે તમને કેઝ્યુઅલ અને ફંકી લુક આપે છે.
• બ્લેક બીડ બ્રેસલેટઃ આજે ફેશનની દુનિયામાં સૌથી વધારે ઈન ટ્રેન્ડ બ્લેક બીડ બ્રેસલેટ છે. એકદમ સિમ્પલ લુક આપતાં આ બ્રેસલેટ યુનિસેક્સ હોવાની સાથે દરેક પ્રકારના અને કોઈ પણ કલરના ડ્રેસ સાથે સૂટ થાય છે. બ્લેક બીજ બ્રેસલેટ ચાંદીના તારમાં ઘણી બધી ડિઝાઇનમાં અવેલેબલ છે. લુકને નિખારવા માટે જ આ પ્રકારનાં બ્રેસલેટ ડિઝાઇન કરવામાં આવ્યાં છે.