દરેક યુવતીને હંમેશા પોતાના આઉટફિટ સાથે મેચ થાય તેવું પર્સ પસંદ કરવાની મૂંઝવણ સતાવતી હોય છે. આજકાલ યુવતીઓમાં ક્લચ સ્ટાઇલના પર્સ બહુ લોકપ્રિય બન્યાં છે.
દરેક યુવતીને હંમેશા પોતાના આઉટફિટ સાથે મેચ થાય તેવું પર્સ પસંદ કરવાની મૂંઝવણ સતાવતી હોય છે. આજકાલ યુવતીઓમાં ક્લચ સ્ટાઇલના પર્સ બહુ લોકપ્રિય બન્યાં છે. આ સ્ટાઇલ ટ્રેડિશનલ અને મોર્ડન એમ બંને લુક સાથે પરફેક્ટ મેચ થાય છે. હાલમાં કલચની અનેક સ્ટાઇલ માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે તમારી પસંદ અનુસાર ક્લચ પસંદ કરી શકો છો.
• ટ્રાઇબલ પ્રિન્ટઃ હાલમાં ટ્રાઇબલ પ્રિન્ટ બહુ લોકપ્રિય બની છે. આ પ્રિન્ટની બેડશીટ્સથી માંડીને સ્કર્ટ સુધીની વસ્તુઓ યુવતીઓને બહુ પસંદ પડી છે. આ પસંદગીને કારણે હાલમાં ટ્રાઇબલ પ્રિન્ટના કલચ પણ ડિમાન્ડમાં છે. ટ્રાઇલબ પ્રિન્ટના કલચ અત્યંત સ્ટાઇલિશ ઓપ્શન છે.
• હેન્ડ એમ્બ્રોડરીઃ હેન્ડ એમ્બ્રોડરીથી સજાવાયેલી વસ્તુઓ ક્યારેય ફેશનની દોડમાંથી આઉટ નથી થતી. જો માનુનીના કલેક્શનમાં ઝરદોશી વર્કવાળાં, ચિકનકારી વર્કવાળાં કે પછી એમ્બ્રોડરી વર્કવાળાં કલચ હશે તો ટ્રેડિશનલ લુકને ચાર ચાંદ લગાવી દેશે.
• પ્લેન ગોલ્ડનઃ અમુક પ્રસંગે સાદગીવાળાં કલચ સારાં લાગે છે. તો કેટલાંક ફંકશનમાં થોડા ચમકવાળું ગોલ્ડન કલચ હોય તો લુક અનેકગણો સુંદર બની જાય છે. પ્લેન ગોલ્ડન કલચ અમુક ફંક્શનમાં બહુ સરસ લાગે છે. જોકે આવાં કલચનું વેસ્ટર્ન ડ્રેસ સાથે કોમ્બિનેશન ન કરવું જોઇએ. આવાં કલચ ઇન્ડિયન સૂટ, સાડી તેમજ શરારા પર બહુ સરસ લાગે છે.
• પોટલી બેગઃ પોટલી બેગ સ્ટાઇલનાં કલચ ટ્રેડિશનલ ડ્રેસ સાથે બહુ સરસ લાગે છે. આ ક્લચનો લૂક અને સાઇઝ રૂટિન ક્લચ કરતાં એકદમ અલગ હોવાથી તમારી સ્ટાઇલ નીખરી આવશે.