વોશિંગ્ટન: તમે ઘણી વાર મજાકમાં સાંભળ્યું હશે કે સ્ત્રીઓ સારી જાસૂસ હોય છે... અમેરિકાની સૌથી મોટી ગુપ્તચર તપાસ એજન્સી CIAએ ઘણાં મોટાં ઓપરેશન મહિલાઓની મદદથી પાર પાડ્યાં છે. બીજા વિશ્વયુદ્ધ પછીથી મહિલાઓ મોટાં અભિયાનોમાં CIAની મદદ કરતી રહી છે. જોકે તેમનું આ યોગદાન પ્રત્યક્ષ રીતે નહોતું. CIA પોતાના જે અધિકારીઓને કોઈ મિશન પર મોકલે છે તેની પત્ની તેમાં મદદ કરે છે. પત્નીઓ દ્વારા જાસૂસ પતિઓને થતી આ મદદને ‘હાઉસવાઇવ્સ કવર’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન લેખિકા લિસા મુન્ડીએ આવી જ 20 મહિલા એજન્ટોની વાતો પુસ્તક ‘સિસ્ટરહુડ’માં રજૂ કરી છેઃ
વાંચો પુસ્તકના ખાસ અંશોઃ
લિપસ્ટિક-પેન્સિલથી જાસૂસી: CIAમાં ગુપ્તચર સેવાના વડા રહેલા માઇક સુલિક કહે છે કે તેની પત્ની શર્લી માટે ટોક્યો, પેરુ કે અન્ય કોઈ પણ દેશ પડકારજનક નહતો. તે બધા સાથે જલદી હળીમળી જતી હતી. જ્યારે અમે મોસ્કો પહોંચ્યા તો ડ્રાઇવિંગ દ્વારા રશિયનોને છેતરી લેતી હતી. શર્લી મોટા પર્સમાં પેન્સિલ અને લિપસ્ટિક રાખતી હતી જે વાસ્તવમાં સ્પાયકેમ હતા.
વ્યક્તિત્વનો પણ લાભ લીધોઃ CIA તરફથી સ્વિડનમાં પોસ્ટિંગ પર પહોંચેલા એજન્ટ વિલિયમ કોલ્બીએ પત્ની બાર્બરાનાં વખાણ કરતા લખ્યું છે કે મારી નોકરી સાથે જોડાઈને તેણે ઘણી મજબૂતી આપી. વિયેતનામમાં તેના હૂંફથી ભરેલા અને મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વને લીધે ઘણાં ડિન૨ અને સેરેમનીમાં જવાનો અમને મોકો મળ્યો. કોલ્બી કહે છે કે મહિલાઓ બાળકોને સ્ટ્રોલ૨માં ફેરવતા અને બજારમાંથી સામાન લાવતાં ઘણી ગોપનીય માહિતી એકત્રિત કરી લેતી હતી. કોલ્બી મુજબ ઘરેલું કામની દોડધામ એટલી અદભુત છે કે મહિલાઓ પર કોઈ શંકા ન થઈ શકે, અને જોઇતી માહિતી પણ મળી જાય.
મજબૂત છે મહિલાઓનું નેટવર્કઃ 1986માં આતંકવાદવિરોધી સેન્ટર ‘ઇલેક સ્ટેશન’ શરૂ કરવામાં આવ્યું. આ ખુફિયા નેટવર્ક ડિટેક્શન અને મેપિંગમાં એક્સપર્ટ હતું. તેમાં લીડર સિવાયના તમામ ટીમ મેમ્બર મહિલાઓ જ હતી. તેમાં બાર્બરા સૂદ પણ હતી. બાર્બરાએ 9/11ના એક મહિના પહેલાં સિક્રેટ મેમો લખ્યો હતો કે અમેરિકાની ધરતી ૫૨ હુમલો થઈ શકે છે. જેમાં ‘લાદેનની ખતરનાક યોજનાઓ’નો પણ ઉલ્લેખ હતો.