મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે ઊંઘની જરૂર હોય છે તેવું એક અભ્યાસના તારણ પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે. એક સંશોધનમાં તારણ મળ્યું છે કે મહિલાઓની બ્રેઇન એક્ટિવિટી પુરુષોની સરખામણીએ વધુ જટિલ હોય છે. મહિલાઓ મલ્ટીટાસ્કર હોય છે.
સ્લિપ એક્સપર્ટ અને રિસર્ચર જોન હોર્ને કહે છે કે, તમે જેટલો તમારા મગજનો ઉપયોગ કરો છો એટલી તેની રિકવરી જરૂરી છે. તેના માટે ઊંઘ જરૂરી છે. મહિલાઓને દરરોજ પુરુષોની સરખામણીએ ૨૦ મિનિટ વધુ ઊંઘવાની જરૂર હોય છે. મિનીપોલીસ વેટરન અફેર્સ મેડિકલ સેન્ટરના બ્રેઇન સાયન્સ સેન્ટરના નિષ્ણાત
ડો. એપોસ્ટોલોસ કહે છે કે મહિલાઓના મગજ અનેક કામમાં પુરુષોથી પાંચ ગણી વધુ ઝડપથી સૂચનાઓની પ્રોસેસિંગ કરે છે તેથી સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર હોય છે.