સ્પેનના એક બિચ પરથી એક કોરોના સંક્રમિત મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ લા ઝુરીઓલા બિચ પરથી એક મહિલાને પકડીને લઇ ગઇ હતી. સ્થાનિક રિપોર્ટ અનુસાર તે મહિલા લા કોનચા બિચ પર પહેલાં લાઇફગાર્ડ તરીકે કામગીરી બજાવતી હતી. તેની સાથે કામ કરતા કર્મચારીઓએ તેને દરિયામાં સર્ફિંગ કરતી જોઇને પોલીસને માહિતી આપી હતી.
મીડિયાના અહેવાલોની તસવીરો છે તેમાં તે મહિલાને હઝમત સૂટવાળી બે વ્યક્તિ લઇ જતી દેખાય છે. આ મહિલાનું નામ જાહેર કરાયું નથી અને તેને ૫૫૦૦ યુરો જેટલી દંડની સજા થઇ શકે છે. આ મહિલાના લીધે અન્યો પણ કોરોનામાં સપડાઈ શકે. તેથી જો અન્યો મહિલાના લીધે કોરોનાગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ ટૂંક સમયમાં મળશે તો દંડની રકમમાં ૧ લાખ ૧૦ હજાર યુરોથી પણ વધારો થઈ શકે છે.