વોશિંગ્ટનઃ નવી દિલ્હી સ્થિત ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના યુવા વિજ્ઞાની ડો. સ્વાતિ નાયકની વર્લ્ડ ફૂડ પ્રાઈઝના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન નોર્મન ઈ. બોર્લોગ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ડો. નાયકે નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને ડાંગરની જાતોને વિક્સાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ એવોર્ડ 40 વર્ષથી ઓછી વયના અપવાદરૂપ વિજ્ઞાનીઓને એનાયત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભૂખમરો દૂર કરે એવા તથા પોષણયુક્ત આહારને વિક્સાવવાના ક્ષેત્રમાં કામગીરી કરતા વિજ્ઞાનીઓને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. આ એવોર્ડ જેના નામે અપાય છે એ ડો. નોર્મન બોર્લોગને વિશ્વમાં હરિયાળી ક્રાંતિના જનક માનવામાં આવે છે. તેમનું નોબેલ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું.