ઇયરરિંગ્સની ઉત્પાદક કંપનીએ સોનાનાં એવાં ઇયરરિંગ્સ તૈયાર કર્યા છે જેમાં તે પહેરનારનાં હૃદયને મોનિટર કરતાં સેન્સર ફિટ થયેલાં છે. આ સેન્સર વ્યક્તનાં હૃદયનાં ધબકારા માપશે. એટલું જ નહીં, આ ઇયરરિંગ્સ કેલરી અને એક્ટિવિટી લેવલ પણ જાણી શકે છે.
કંપનીનું કહેવું છે કે આપણાં રોજિંદા જીવનમાં વપરાતાં ઉત્પાદનો સાથે આ વેરેબલ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરી શકાય તેથી અમે ઇયર-ઓ-સ્માર્ટનું સર્જન કર્યું છે. સ્ટાન્ડર્ડ વ્હાઇટ ડિઝાઇન ધરાવતા ઇયરરિંગ્સને વ્યક્તિ યુનિક જ્વેલરી તરીકે વાપરી શકે છે. પ્રોડક્ટ વિકસાવનાર રવિન્દર સૈની કહે છે કે લોકો દૈનિક જીવનમાં જે વસ્તુઓ ઉપયોગમાં લે છે તેમાં ઇલેક્ટ્રોનિક્સને સાંકળીને અમે વેરેબલ ટેક્નોલોજીને નવાં સ્તરે લઇ જવા માગીએ છીએ. તેમણે કહ્યું હતું કે આ સેન્સર ફોનમાં પણ ડેટા પણ ટ્રાન્સફર કરી શકે છે.