આજે વિશ્વમાં થ્રી-ડી પ્રિન્ટર ટેકનોલોજી એટલી લોકપ્રિય બની છે કે ઉત્પાદનના દરેક ક્ષેત્રે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે નજીકના ભવિષ્યમાં ગૃહિણીઓ થ્રી-ડી પ્રિન્ટેડ જ્વેલરી પહેરતી જોવા મળે તો નવાઈ નહીં, વિદેશોમાં તો તેની શરૂઆત પણ થઈ ગઈ છે. આ ટેકનોલોજીને આભૂષણોની ડિઝાઈન ક્ષેત્રે ક્રાંતિકારી માનવામાં આવી રહી છે. પેરિસમાં થ્રી-ડી પ્રિન્ટરની મદદથી તૈયાર કરવામાં આવેલા આભૂષણોનું એક પ્રદર્શન યોજાયું હતું. આ ઘરેણાં બનાવવામાં ગોલ્ડ પાવડરનો ઉપયોગ કરાયો હતો.