વોશિંગ્ટન: સન 1950ના દાયકામાં શરૂ થયેલી હાઈ હીલની ફેશન ન તો આરામદાયક છે અને ન તો સ્વાસ્થ્ય માટે સારી. આમ છતાં ફેશન માર્કેટમાં તેની માંગ ઘટી નથી. જૂતાંની બ્રાન્ડના સ્થાપક તમરા મેલોનનું કહેવું છે કે મહિલાઓ જ્યારે કોઈની સાથે વાત કરતી વેળા આંખ ઉઠાવવાને બદલે નજર મિલાવીને વાત કરે ત્યારે તેઓ પોતાને વધુ શક્તિશાળી અનુભવે છે. હાઈ હીલ્સ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારે છે. ઉપરાંત, તેમની કારકિર્દીમાં પણ પ્રગતિ લાવવામાં મદદ કરે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક ઈંચની ઊંચાઈ વધવાથી પણ સાપ્તાહિક પગારમાં 1.4થી 2.9%નો વધારો જોવા મળ્યો છે. સંશોધન દર્શાવે છે કે ઊંચા લોકો સામાન્ય રીતે સરેરાશ ઊંચા પગાર મેળવે છે. રિસર્ચ જર્નલ બીએમસી પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર મનોવૈજ્ઞાનિક રીતે હાઈ હીલ્સ પણ મહિલાઓમાં પરિવર્તન લાવે છે.