હેર સ્ટાઈલ છોડો વાળને આપો સ્ટાઈલિશ ગ્લિટર લુક

Wednesday 19th April 2017 08:27 EDT
 
 

જો તમને લેટેસ્ટ હેર ટ્રેન્ડ ટ્રાય કરવા ગમતા હોય તો આજકાલ વાળના મૂળમાં ગ્લિટરવાળા કલરનો ઉપયોગ ઇન ટ્રેન્ડ છે. કોઈ ખાસ પ્રસંગે તમે વિશાળ ગ્લિટર રેન્જનો વાળમાં ઉપયોગ કરી શકો છો. ગ્લિટર ટ્રેન્ડનો એક ફાયદો એ છે કે જો તમારી પાસે હેર ડાયનો કે હેર કલર માટેનો લાંબો સમય ન હોય તો માત્ર થોડી જ મિનિટમાં આ કલર ટ્રાય કરીને વાળને ટ્રેન્ડી લુક આપી શકાય છે. પાર્ટી કે મેરેજ ફંક્શન્સમાં હેરમાં ગ્લિટર કલર લગાવીને તમે છવાઈ જશો. આ ટ્રેન્ડ આમ તો યુવતીઓ માટે લાભદાયક એ રીતે છે કે જે યુવતીઓને નિયમિત રીતે હોર વોશનો સમય મળતો નથી તેઓ ગોલ્ડન કે કોપર ગ્લિટર વાળમાં લગાવીને સ્ટાઈલિશ લાગી શકે છે.

હેર ક્રિમ પછી ગ્લિટર

ગ્લિટર વિશે તમને શંકા જાગે કે તે હેરમાં બરાબર રીતે લાગશે નહીં તો? તો એના માટે રસ્તો એ છે કે તમે ગ્લિટરનો વાળ પર ઉપયોગ કરતાં પહેલાં વાળમાં સારી બ્રાન્ડનું હેર ક્રિમ લગાવી લો. હેર ક્રિમ પાંથી પાડીને વાળમાં પૂરો તો વધુ સારું. હેર ક્રિમ લગાવવાથી તમારા વાળમાં મોઈશ્ચર આવી જશે.

વિવિધ સ્ટાઈલ

જો તમારી પાસે પ્રસંગ કે પાર્ટીમાં જવા માટે પૂરતો સમય હોય તો અલગ-અલગ પ્રકારે તમે હેરમાં ગ્લિટર લગાવીને જુદી જુદી સ્ટાઈલ કરી શકો છો. લગ્ન પ્રસંગે જતાં ગ્લિટર ફ્લોરલ સ્ટાઈલ ખૂબ જ જચશે. જો તમારે વાળને ખુલ્લા રાખવાના હોય તો વાળમાંથી ચોક્કસ લટ લઈને તેની પર ગ્લિટર લગાવો અથવા સ્ટ્રીપ પ્રિન્ટનો ઉપયોગ કરી શકાય.

બનમાં ગ્લિટરથી ડિઝાઈન કરવી હોય તો પણ ફૂલ પત્તીની ડિઝાઈન એવરગ્રીન રહેશે. આ ઉપરાંત બનમાં પીકોક, મેંગો કે સ્ટ્રીપ ડિઝાઈન પણ સારી લાગશે. પોનીટેલમાં સ્ટ્રીપ ડિઝાઈન એવરગ્રીન છે.

ગ્લિટર રિમૂવ કરતી વખતે

હેરમાં ગ્લિટરની સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્લિટરને કેવી રીતે વાળમાંથી કાઢવું? તો ગ્લિટર રિમૂવ કરવા માટે સીધો શેમ્પુનો ઉપયોગ ન કરવો. વાળમાં પહેલાં હેર ઓઈલ લગાવવું. બને તો ચીકાશવાળું હેર ઓઈલ વાપરવું. એ પછી સાદા હળવા ગરમ પાણીથી હેર વોશ કરવા. એ પછી હેર પર શેમ્પુનો ઉપયોગ કરવો. એ છતાં પણ જો વાળમાંથી ગ્લિટર દૂર ન થયું હોય તો ફરી વખત હેર વોશ કરવા અને પછી હેર કન્ડિશનર કરવા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter