ફેશન પરસ્ત સ્ત્રીઓ પરિધાન બાબતે નીતનવા પ્રયોગો કરતી જોવા મળે છે. કોઈ પણ પ્રકારની જ્વેલરી સ્ત્રીઓને ખૂબ જ રોમાંચિત કરે છે. સોના ચાંદી જેવી ધાતુ ઉપરાંત ઇમિટેશન જ્વેલરી પણ સ્ત્રીઓને મોહિત કરે છે. આ ઉપરાંત નીતનવી ચીજવસ્તુઓમાંથી બનેલી જ્વેલરી પણ સ્ત્રીઓ પહેરે છે. જ્વેલરી માર્કેટ દિવસે ને દિવસે ધમધમી રહ્યું છે ત્યારે વાયર જ્વેલરીએ પણ ઘણું આકર્ષણ જન્માવ્યું છે. હાલની વાત કરીએ તો વીસ વર્ષની યુવતીઓથી માંડીને ચાલીસથી વધુ વયની સ્ત્રીઓમાં રૂપેરી વાયર જ્વેલરીનું ખાસ્સું આકર્ષણ જોવા મળે છે. આ જ્વેલરી સ્ટાઈલ માટે યંગસ્ટર્સથી લઈને મોટી વયની સ્ત્રીઓ હજારોથી લાખો રૂપિયા ખર્ચતા પણ ખચકાતી નથી.
વેસ્ટર્ન અને એથનિક જ્વેલરી માટે સિલ્વર વાયર જ્વેલરીમાં વિવિધ સ્ટાઈલ અને ડિઝાઈન મળી રહે છે. ગળાબંધ ચોકર, નેકલેસ, ચેઈન, સેટ, બુટ્ટી, વીંટી, કડા, બંગળી, બ્રેસલેટ, વીંછિયા વગેરેમાં વાયરની ડિઝાઇન ઇનટ્રેન્ડ રહે છે. તેમાં ભરપૂર ક્રિએટિવિટી પણ જોવા મળે છે અને હેવિથી લઈને નાજુક જ્વેલરી મહિલાઓ પસંદ કરી શકે છે. વાયરની જ્વેલરી ડિફરન્ટ શેપ્સ, ગેજ અને મટીરિયલ્સમાં મળે છે. આ જ્વેલરી નોર્મલથી માંડીને ટ્રેડિશનલ આઉટફિટ પર સુંદર ગોર્જિયસ લુક આપે છે. લોંગ, શોર્ટ એરિંગ્સથી લઈને નેકપીસ, બ્રેસલેટ, રિંગ, બ્રોચ, હેર કોમ્બ વગેરે દરેક પ્રકારની વેરાઇટી સિલ્વર વાયર જ્વેલરીમાં મળે છે. વાયર સાથે પથ્થર, ધાતુ પ્લાસ્ટિક, કાગળ, વાંસ કે ઊનના દોરા સાથેના કોમ્બિનેશનથી પણ સુંદર જ્વેલરી બને છે જે યુવતીઓમાં ટ્રેન્ડી જ્વેલરી ગણાય છે. ડાયમંડ, કુંદન, મીણા, સ્ટોન, મોતી સાથેના કોમ્બિનેશનની વાયર જ્વેલરી પણ માર્કેટમાં મળી રહે છે. વાયર જ્વેલરીની ખાસિયત એ રહે છે કે તે પહેરવામાં ખૂબ જ હળવી સાબિત થાય છે તો બીજી તરફ અનેક કોમ્બિનેશનથી બનાવેલી વાયર જ્વેલરી હેવિ પણ બની શકે છે.
કેટલીક ઈનટ્રેન્ડ વાયર જ્વેલરી
- ટ્વિસ્ટેડ વાયર મેશ બ્રેસલેટ ફોર યંગી ગર્લ્સ
- ટ્વિસ્ટેડ સિસ્ટર્સ-સ્ટર્લિંગ સિલ્વર વાયર વિસ્ક એરિંગ્સ
- સિલ્વર પ્લેટેડ હોલો વાયર રેપ્ડ મેજિક પેન્ડન્ટ
- સિલ્વર ટ્વિસ્ટેડ વાયર ચાર્મિંગ પેન્ડન્ટ
- સ્ટાર રેપ સ્વર્લ વાયર સિલ્વર ટો રિંગ
- સ્ટર્લિંગ સિલ્વર એડજસ્ટેબલ વાયર ટો રિંગ
- ડબલ ક્રોસ્ડ લુપ્સ સિલ્વર વાયર પિન
- સ્કેચ બીડેડ ટ્વિસ્ટેડ વાયર સ્ટાઇલિશ પિન
- સિલ્વર વાયર ફ્લાવર્સ કોમ્બ