રોજિંદા જીવનને સરળ બનાવતા ઘરગથ્થુ ઉપાયો...
• કડાઈમાં તેલ અથવા ઘી મેલું થઈ ગયું હોય તો પહેલાં ઘી અથવા તો તેલ ખૂબ ગરમ કરો અને પછી એમાં કાચા બટાકાનો ટુકડો તળી લો. એનાથી તેલ કે ઘી તરત જ સાફ થશે.
• કોઈ પણ જાતની ખાટી-મીઠી ચટણીમાં ઉપરથી નાની ચમચી માખણ નાખવાથી ચટણીની પૌષ્ટિકતા અને સ્વાદ વધી જશે.
• ગળામાં પહેરવાની સોનાની ચેઇનમાં કોઈ કારણસર ગાંઠ પડી ગઈ હોય કે એ ગૂંચવાઈ ગઈ હોય તો એ જગ્યાએ થોડો ટેલ્કમ પાઉડર નાખવાથી ગૂંચ ઉકેલવી ઘણી સરળ થઇ જશે.
• તેલ અથવા ઘીમાં કોઈ ચીજ તળતાં પહેલાં એમાં સરકાનાં થોડાંક ટીપાં નાખી દેવાં. એનાથી ચીજ સારી તળાય છે.