રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસ્ખા...
• છોલે બનાવતી વખતે છોલે બાફતી વખતે તેમાં ચાની ભૂક્કીની પોટલી મૂકવાથી છોલેનો રંગ કાળાશ પડતો થાય છે.
• ફોલેલું લસણ, લાલ મરચું, આખા ઘાણા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને વાટવાથી લસણની સ્વાદિષ્ટ ચટણી બનશે.
• કોથમીરની ચટણી બનાવતી વખતે તેમાં થોડી ઝીણી સેવ નાખવાથી ચટણી થોડી ઘટ્ટ થાય છે. આ ચટણી ભેળ માટે સારી લાગે છે. તીખું ખાઇ શકનારે કોથમીરની બદલે ફક્ત મરચાં, સેવ, મીઠું તથા થોડું જીરૂ નાખીને વાટવી. ભેળની સ્વાદિષ્ટ ચટણી બનશે.
• પાણીપૂરીના પાણીમાં ફૂદીનો, કોથમીર, સંચળ, મરીનો ભૂક્કો, સ્વાદાનુસાર મીઠું અને મરચું નાંખી ગોળ આમલી નાખવાથી પાણીપૂરનું પાણી સ્વાદિષ્ટ બને છે. • પેટના દુખાવાથી રાહત પામવા શેકેલી વરિયાળી ફાકી જવી.