રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસ્ખા...
• તમાલપત્રને ઉકાળી તેના પાણીથી કોગળા કરવાથી ટોન્સિલમાં રાહત થશે.
• નાનું બાળક ભૂખ્યું થયું હોય અને દૂધ ન હોય તો એક ગ્લાસ પાણીમાં બે-ત્રણ ચમચી મધ ભેળવી પીવડાવવાથી રાહત થશે.
• ક્રોકરી ધોતી વખતે સિન્કમાં જાડો ટુવાલ પાથરવો જેથી તૂટવાનો ભય ઓછો રહે છે.
• લાલ ટામેટાંનો રસ મીઠું ભેળવી સવારે નયણા કોઠે પીવો. ૩૦ મિનિટ કાંઇ ખાવું-પીવું નહીં. પેટમાંના કૃમિ નાશ પામશે.
• કાંદાનો રસ પીવાથી કરમિયાંની તકલીફ દૂર થાય છે. • એલ્યુમિનિયમના પ્રેશર કુકરમાંથી ડાઘા દૂર કરવા કાંદાનો ટુકડો ઘસ્યા બાદ રગડીને ધોઈ નાખવું.
• અજમાને તવા પર શેકી તેનો બારીક ભુક્કો કરવો. અજમાના પાઉડરથી દાંત ઘસવાથી દાંત સાફ થશે અને પેઢાં મજબૂત પણ થશે.