રોજિંદા જીવનને સરળ બનાવતા ઉપાયો...
• સાડીની જરી કાળી ન પડે માટે સાડીને પાતળા કાગળમાં લપેટી કબાટમાં રાખવી. વરસાદના દિવસોમાં ખાસ કરીને આ રીતે સાડીની જાળવણી કરવી.
• બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.
• અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાંનું પાણી સુકાઈ જશે અને ત્રણ-ચાર દિવસ સુધી ખરાબ પણ નહીં થાય.
• વધુ દિવસો સુધી રેફ્રિજરેટર બંધ રાખવાનું હોય તો તેને બરાબર કોરું કરી તેમાં દરેક દરેક અખબારના કાગળ બિછાવી થોડો થોડો બોરીક પાઉડર ભભરાવવાથી ફ્રિજમાં ગંધ નહીં બેસે.