રોજિંદા જીવનને આસાન બનાવતી કેટલીક ટિપ્સ...
• આલુ ટિક્કી બનાવતી વખતે તેમાં ઝીણા કરકરા સીંગદાણા ભેળવવાથી ટિક્કી સ્વાદિષ્ટ લાગે છે.
• કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં તજનો ટુકડો નાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે તેમજ જલદી રંધાય છે.
• મખાણાના બે ટુકડા કરીને ઘીમાં સાંતળી તેમાં સ્વાદાનુસાર મસાલો ભેળવી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
• પાપડ હવામાનને કારણે ઢીલા ન પડી જાય માટે પાપડના ડબામાં થોડા મેથીદાણા રાખવા જોઇએ.
• રાયતામાં સીંગદાણાનો ભૂક્કો નાખવાથી રાયતું સ્વાદિષ્ટ લાગે છે.
• બટાકાપૌંઆમાં બટાકા વઘાર્યા બાદ થોડા સીંગદાણા નાખવાથી સ્વાદ વધે છે.
• પલાળેલા સાબુદાણાને થોડી વાર કપડા પર ફેલાવવાથી સાબુદાણા કોરા થાય છે.
• દાળને ઉકાળતી વખતે જ તેમાં હીંગ નાખવાથી દાળ વધુ સ્વાદિષ્ટ થાય છે.
• કોપરેલમાં કપૂરનો ભૂક્કો નાખી લાકડાનું ફર્નિચર લૂછવાથી ચકચકિત થાય છે.
• ઘીને લાંબો સમય સાચવી રાખવા તેમાં ગોળનો ગાંગડો મૂકી દેવો.
• ફૂદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુ નિચોવી રેફ્રિજરેટરમાં રાખવું. રંગ તેમજ સોડમ જેમની તેમ રહેશે.