રોજબરોજના જીવનમાં ઉપયોગી ઘરગથ્થુ ઉપાય...
• આઇસક્રીમ બનાવતી વખતે એમાં થોડો દૂધનો પાઉડર મિક્સ કરવાથી આઇસક્રીમ ગાઢ અને વધારે સ્વાદિષ્ટ બનશે.
• ગુલાબના છોડમાં છાશના પાણીમાં છાણનો ભૂકો મેળવીને નાખવાથી તેમ જ પાંદડીઓ પર છાંટવાથી છોડ ઝડપથી ખીલશે.
• દાળ પાતળી થઈ ગઈ હોય તો એમાં થોડો ચણાનો લોટ પાણીમાં ઓગાળીને નાખવાથી દાળ જાડી અને સ્વાદિષ્ટ બનશે.
• બટાટા બાફતી વખતે પાણીમાં લીંબુનાં ચાર-પાંચ ટીપાં નાખી દો. વાસણ કાળું નહિ પડે.
• કારના કાચ પર જામેલું ધુમ્મસ દૂર કરવા માટે કાચ પર બહારથી બાજુ તમાકુ ઘસો.
• દહીં ઘાટું જમાવવા માટે દૂધમાં મકાઈના થોડા દાણા નાખી દો.
• દીવાલ પર ખીલી ઠોકતાં પહેલાં એને ગરમ પાણીમાં બોળો. દીવાલ પરના પ્લાસ્ટરમાં તિરાડ નહિ પડે.
• પાપડ વણતી વખતે તેલને બદલે ઘી વાપરવાથી પાપડ કાળા નથી પડતા.
• સુકાઈ ગયેલી ટૂથપેસ્ટ એક કપ ગરમ પાણીમાં બે-ત્રણ મિનિટ રાખી મૂકવાથી નરમ થઈ જશે.
• બૂટ પોલિસ સુકાઈ ગઈ હોય તો થોડી વાર ગરમ પાણીમાં ડબ્બી રાખો.
• અવરગંડીની સાડીને કદાચ સ્ટાર્ચ ન કરવી, પરંતુ થોડી ભીની હોય ત્યારે ઇસ્ત્રી કરવાથઈ કડક રહે છે.
• ટમેટાં, સફરજન અને કેળાંમાં ઇથિલિન ગેસ હોય છે, જેને કારણે ફૂલો કરમાઈ જાય છે. આ ફળોની નજીક ફૂલોને ન રાખો.
• મેંદીનો કલર ડાર્ક કરવા માટે એમાં એક ચમચી યુકેલિપ્ટસનું તેલ નાખો.
• એલ્યુમિનિયમની કીટલી વપરાશમાં ન આવતી હોય તો એમાં ખાંડ મૂકી રાખો. એનાથી એની પોલિશ ઝાંકી નહીં પડે.
• ગોળને કીડીથી બચાવવા માટે એના પર સૂકી મેથીનાં પાન ઘસો.