હોમ ટિપ્સ

Saturday 22nd May 2021 07:36 EDT
 

રોજબરોજના જીવનમાં ઉપયોગી નાની નાની ટિપ્સ...

• ખાંડની બરણીમાં કીડીઓ ચડી ગઈ હોય તો એક કાગળમાં કપૂરનો ગાંગડો વીંટાળીને બરણીમાં મૂકી દો.
• દોરાનાં બે ખાલી રીલને એકબીજા સાથે ચોંટાડીને એનો મીણબત્તીના સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરો.
• શાક સમારતી વખતે અજાણતા છરી વાગી જાય તો ઘા પર ચપટી હળદર દાબી દો . હળદર શ્રેષ્ઠ ઓન્ટિસેપ્ટિક છે.
• સુતરાઉ કાપડ પર પડી ગયેલા પરસેવાના ડાઘને દૂર કરવા માટે કપડાને કળીચૂનો મેળવેલા પાણીથી ધોઈ નાખો.
• શાહીના ડાઘ પર ટમેટું ઘસવાથી ડાઘ નીકળી જાય છે.
• તાળામાં ચાવી અટકતી હોય તો ચાવીના આંકાઓ પર પેન્સિલની અણી ઘસો. તાળામાં ચાવી સરળતાથી ફરશે અને તાળું પણ ખુલી જશે.
• મીણબત્તી લાંબો સમય ચાલે એ માટે એના પર તથા આજુબાજુ થોડું મીઠું ઘસો.
• સુકાયેલા લાલ મરચાંને મિક્સરમાં પીસતી વખતે એમાં સરસિયાના તેલનાં થોડાંક ટીપાં નાખી દો. એનાથી મરચાનો રંગ વધારે લાલ બનશે.
• રસોડામાં ફુદીનાની ડાળખી લટકાવવાથી માખીઓ દૂર રહે છે.
• કીમતી સાડી તેમ જ ડ્રેસ પર ઝાંખું પડી ગયેલું સોનેરી ભરતકામ ચમકાવવા એના પર ફટકડીનો ભૂકો ઘસો.
• શીખંડ બનાવ્યા પછી એનું વધેલું પાણી ફેંકો નહિ. એ પાણીમાં લીંબુનો રસ તથા ખાંડ નાખીને શરબત બનાવીને પીઓ અથવા તો એ પાણીને શાકમાં નાખો. શાકનો સ્વાદ વધુ સારો બની જશે.
• દીવાલ પર ખીલી ઠોકતી વખતે ખીલીને ચીપિયામાં ફસાવીને પકડી રાખો. એનાથી હાથ પર હથોડી વાગવાનો ડર નહિ રહે. • મશીનમાં નાખવાનું તેલ જાડું થઈ ગયું હોય તો એમાં થોડું કેરોસીન નાખો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter