રોજિંદા જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...
• ઘટ્ટ દહીં જમાવવા માટે નવશેકા દૂધ તથા થોડા દહીંને મિક્સરમાં થોડી સેકન્ડ ફેરવીને બાઉલમાં જમાવવાથી સરસ ઘટ્ટ દહીં જામી જશે.
• શૂઝ ટાઇટ પડતાં હોય તો આખી રાત એમાં કાપેલા બટાટાનો ટુકડો મૂકી રાખો. શૂઝ ઢીલાં થઈ જશે.
• કૂતરા-બિલાડી જેવું પાળેલું જાનવર કોઈ કપડાં અથવા પલંગ પર બેસી જાય તો એમાંથી વાસ આવવા લાગે છે. એ વાસ દૂર કરવા એ જે જગ્યાએ બેઠું હોય એ જગ્યા એ બેકિંગ સોડા નાખી દો અને દસ મિનિટ પછી ખંખેરી નાખો. વાસ દૂર થઈ જશે.
• ક્રોકરી પર ચા-કોફીના ડાઘ પડી ગયા હોય તો ભીના કપડાંમાં ખાવાનો સોડા લઈને ઘસો. પછી પાણીથી ધોઈને લૂછી નાખો. ડાઘ દૂર થઈ જશે.
• ગુલાબજાંબુ સખત થઈ ગયાં હોય તો ખાતી વખતે પ્રેશર કુકરમાં એક સિટી વગાડો. ગુલાબજાંબુ મુલાયમ થઈ જશે.
• કોળાનું શાક બનાવતી વખતે એમાં ફુદીનાનો થોડોક પાઉડર નાખશો તો શાક સ્વાદિષ્ટ બનશે.
• પનીરને તાજું રાખવા માટે એક કપડાંમાં થોડો સરકો લગાવો. એમાં પનીર પેક કરો. પછી કાગળમાં લપેટીને કોઈ ઠંડી જગ્યા અથવા ફ્રીઝરમાં મૂકી દો.
• લીલા વટાણાને એક ચમચી મીઠું નાખીને બાફવાથી વટાણાનો રંગ એવોને એવો રહે છે.
• ચિનાઈ માટીના કપમાં વાળ જેવી પાતળી તડ પડી ગઈ હોય તો દૂધ ભરેલા વાસણમાં એ કપને મૂકી એકાદ મિનિટ એ વાસણને તાપ પર મૂકી રાખવાથી દૂધમાંનાં તત્ત્વો વડે કપની તડ પુરાઈ જશે.