તમે તમારા ઘરની દીવાલોને નવો દેખાવ આપવા માંગો છો, તો એવા કેટલાક આઇડિયા છે જેની મદદથી તમે સિમ્પલ દીવાલને અનોખો લુક આપી શકો છો.
• ફોટો ફ્રેમ્સઃ વિવિધ કદ અને આકારની ફોટો ફ્રેમ્સનો ઉપયોગ કરીને એક સુંદર ગેલેરી દીવાલ બનાવો. અહીં તમારા પરિવારના ફોટો, મુસાફરીના ફોટો અથવા કોઈ પણ પેઇન્ટિંગ્સ લગાવીને શુષ્ક દિવાલોને પર્સનલાઇઝ્ડ ઇમોશનલ ટચ આપી શકો છો.
• વોલ સ્ટીકર્સઃ બજારમાં ઘણા પ્રકારના વોલ સ્ટીકર્સ ઉપલબ્ધ છે, જે સરળતાથી લગાવી શકાય છે અને દીવાલોને બહુ ઝડપથી ઓછા ખર્ચમાં નવો લુક આપી શકે છે. આ માટે તમારા ઘરની ડિઝાઇન સાથે મેળ ખાતા ફૂલો, પાંદડા, કાર્ટૂન પાત્રો જેવી થીમ પસંદ કરી શકો છો.
• હેંગિંગ શેલ્ફઃ નાની દીવાલો પર લાકડાના અથવા ધાતુનાં હેગિંગ શેલ્ફ લગાવો જેના પર તમે સુશોભનની વસ્તુઓ, પુસ્તકો અથવા છોડ મૂકી શકો છો. આ શેલ્ફ દીવાલને નવી તેમજ સુંદર બનાવે છે.
• કોલાજઃ તમારા મનપસંદ સામયિકો અથવા અખબારોમાંથી પૃષ્ઠોનો ઉપયોગ કરીને કોલાજ આર્ટ બનાવો. આ તમારી દીવાલોને એક વિશિષ્ટ અને અનન્ય દેખાવ આપશે.
• ટેપેસ્ટ્રી અથવા ફેબ્રિકઃ કોઇ રસપ્રદ પેટર્નવાળી મોટી ટેપેસ્ટ્રી અથવા ફેબ્રિકને દીવાલ પર લટકાવીને તેને આર્ટવર્ક તરીકે ટ્રીટમેન્ટ આપો. તે રૂમને વધુ સુંદર બનાવે છે.