બેડરૂમ ઘરનો એવો ખાસ વિસ્તાર છે જે દરેક વ્યક્તિનો પોતીકો વિસ્તાર છે. બેડરૂમમાં વ્યક્તિ શાંત અને રિલેક્સ સમય ગાળી શકે છે અને આ વિસ્તારમાં અજાણી વ્યક્તિ અથવા તો મહેમાનને બહુ સરળતાથી પ્રવેશ મળતો નથી. તમારા ઘરનું ડેકોરેશન તમારી જીવનશૈલી કેવી છે એ દર્શાવે છે જ્યારે બેડરૂમની સજાવટ તમારા વ્યક્તિત્વનો પુરાવો છે. જો બેડરૂમ પ્રમાણમાં નાનો હોય તો તેની સજાવટમાં થોડી સ્માર્ટનેશ રાખવી પડે છે.
• સરળતા છે માસ્ટર-કીઃ જો નાનો બેડરૂમ સારી રીતે સજાવવો હોય તો એનું ડેકોર પ્રમાણમાં સરળ હોય એ જરૂરી છે. બેડરૂમનો સજાવવા માટે ચાર ‘સી’ ધ્યાનમાં રાખવા જોઇએ અને આ ચાર ‘સી’ છે - ક્લીન, કોમ્પેકેટ, કોઝી અને કમ્ફર્ટેબલ. જો આ ચાર મુદ્દાઓનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે તો નાના બેડરૂમને સજાવવાનું કામ બહું અઘરું નથી. જો બેડરૂમ નાનો હોય તો બેડ દીવાલ પાસે રાખવાનો બદલે રૂમની વચ્ચે રાખવો જોઇએ જેથી તમે સરળતાથી રૂમની દરેક જગ્યા પર પહોંચી શકો. આ રૂમમાં બેડસાઇડ ટેબલ, કબાટ, ડ્રેસિસ ટેબલ અને બુકશેલ્ફની દીવાલ પર એવી રીતે ગોઠવણી કરવી જોઇએ જેથી એ રૂમમાં વધારાની જગ્યા ન રોકે અને રૂમ ક્લિન લાગે.
• ફોર્લ્ડિંગ ફર્નિચરઃ જો બેડરૂમ નાનો હોય તો ફોલ્ડિંગ ફર્નિચરનો વિકલ્પ અજમાવી શકાય. ‘કોલેપ્સિલબ બેડ’ હોય તો તેને જરૂર પડે ત્યારે દિવાલસરસો સેટ કરી શકાય છે. અને જરૂર પડે ત્યારે તેને ખેંચીને બેસવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. સમાન્ય રીતે આવા બેડનો ઉપયોગ બાળકોના બેડરૂમ અથવા તો સ્ટુડિયો એપોર્ટમેન્ટમાં કરવામાં આવે છે. આ પ્રકારનું ફર્નિચર થોડું મોંઘું હોય છે પણ એ આજીવન ટકી રહે છે.
• પેસ્ટલ શેડ્સની પસંદગીઃ જો બેડરૂમ નાના હોય તો એની દીવાલોને રંગવા માટે લાઇટ કે પેસ્ટલ શેડના રંગની પસંદગી કરવી જોઇએ. લાઇટ શેડવાળો રંગ રૂમને વધારે મોટો લુક આપે છે. જો તમને બ્રાઇટ રંગ પસંદ હોય તો એનો ઉપયોગ પડદા કે બીજી એક્સેસરીમાં તેનો ઉપયોગ કરી શકાય છે. રૂમની દીવાલોને ક્યારેય બ્રાઇટ રંગ કરવાની ભૂલ ન કરવી જોઇએ.
• લાઇટ અને મિરરઃ નાના બેડરૂમને મોટો દર્શાવવામાં લાઇટીંગ એરેન્જમેન્ટ અને મિરર મહત્ત્વનો ફાળો આપી શકે છે. જો રૂમની એક દીવાલ પર મોટો મિરર લગાવી દેવામાં આવશે તો એ રૂમ વિશાળ હોવાનો અભ્યાસ આપે છે.