૧૧ બાળકોની માતાને ૧૦૦થી વધુ બાળકોની માતા બનવું છે

Monday 15th February 2021 05:21 EST
 
 

જ્યોર્જિયામાં એક કરોડપતિ સ્ત્રી હાલમાં ૧૧ બાળકોની માતા છે, પણ તેને ૧૦૦થી વધુ બાળકોની માતા હોય તેવું સુખ જોઈએ છે. રશિયાની ક્રિસ્ટિના ઓઝતુર્ક હોટેલના માલિક ગલિપ ઓઝતુર્ક સાથે હાલમાં જ્યોર્જિયામાં રહે છે. ક્રિસ્ટિનાએ કુદરતી રીતે એક બાળકને જન્મ આપ્યો છે અને સરોગસીથી તેણે ૧૦ બાળકો પ્રાપ્ત કર્યાં છે. ૨૩ વર્ષીય ક્રિસ્ટિનાએ એકવાર સોશિયલ મીડિયા પર હળવી મજાકમાં કહ્યું પણ હતું કે, મારે ૧૦૫ સંતાનોની માતા બનવું છે.
ક્રિસ્ટિનાએ એ પછી હાલમાં કહ્યું કે, તેના સંતાન ઓલિવિયાના જન્મ પછી હું ૧૧ બાળકોની માતા બની ગઈ છું. મેં ૬ વર્ષ પહેલાં મારી સૌથી મોટી દીકરી વિકાને જન્મ આપ્યો હતો. આ પરિવારને એક સરોગેટ બાળકનાં જન્મ પાછળ ૮ હજાર યુરો એટલે કે રૂ. ૭ લાખનો ખર્ચ આવ્યો હતો.
ક્રિસ્ટિના તેના પતિ ગલિપને એક વેકેશનમાં જ્યોર્જિયામાં મળી હતી. હાલ બંને જ્યોર્જિયામાં જ રહે છે. પોતાની પત્ની વિશે ગલિપે કહ્યું કે, તેના ચહેરા પર હંમેશાં સ્મિત હોય છે. તે એવી પત્ની છે જેવી મારે જોઈતી હતી. બાળકો પ્રત્યે તેનો પ્રેમ જ અલગ છે. ક્રિસ્ટિનાએ જણાવ્યું, ભવિષ્યમાં હું કેટલા બાળકોની માતા બનીશ એની તો ખબર નથી પણ અમારો પ્લાન સ્ટોપ થવાનો નથી. દરેક વસ્તુ તેના સમયે થઇ જ જશે. ફાઈનલ નંબર અમને પણ ખબર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter