રંગારેડ્ડીઃ તેલંગણના રંગારેડ્ડી જિલ્લાના પાસ્તાપુર ગામના ચિકપલ્લી અનાસુમ્મા (૪૯)એ પોતાના જીવનમાં ૨૦ લાખથી પણ વધુ વૃક્ષો ઉગાડ્યા છે. જેથી તેમને યુનેસ્કોએ અવોર્ડથી નવાજ્યા છે. ચિકપલ્લીએ ગુજરાન ચલાવવા અને પુત્રને ઉછેરવા પહેલાં નોકરી શરૂ કરી હતી. એ પછી નોકરી કરતાં નક્કી કર્યું કે બાકીનું જીવન પર્યાવરણને સમર્પિત કરશે. અનાસુમ્મા ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટીના સભ્ય છે. સંસ્થામાં જોડાઇને ચિકપલ્લીએ એક ગામથી બીજા ગામ વૃક્ષારોપણનું કાર્ય ચાલું રાખ્યું અને અત્યાર સુધીમાં તેમણે ૨૦ લાખથી વધુ વૃક્ષો વાવ્યાં છે. તેમણે પાડોશી ગામમાં એક જંગલ તૈયાર કર્યું તે ૧૨-૧૬ એકરમાં ફેલાયેલું છે. આ જંગલમાં વૃક્ષો ઉપરાંત ફળ અને ઔષધીય છોડ ઉગાડાય છે.