કેનેડાની ડાના ગ્લોવાસ્કા વિગન ડાયેટને કારણે ચર્ચામાં છે. તેના નામે સૌથી લાંબા સમય સુધી પ્લેન્ક પોઝિશનમાં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. પ્લેન્ક એક પ્રકારની એકસરસાઇઝ છે, જેને સામાન્ય લોકો એક કે બે મિનિટથી વધુ કરી શકતા નથી. ડાનાએ સળંગ ૪ કલાક ૨૦ મિનિટ સુધી પ્લેન્ક કરી તેથી તેનું નામ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
તાજેતરમાં એક મેગેઝિને ૧૮ વિગન રમતવીરોમાં ડાનનું નામ સામેલ કર્યું છે. આ યાદીમાં અમેરિકી ટેનિસ સ્ટાર વિનસ વિલિયમ્સનું પણ નામ છે. વિગન ડાયેટ એટલે કે પૂર્ણ શાકાહારી લોકો દૂધ અને દૂધની બનાવટો પણ વર્જ્ય ગણે છે. ડાના કહે છે કે, વિગન ડાયેટ જ શરીરને અસલી તાકાત આપે છે.