કોચીનઃ મીનાક્ષી અમ્મા જિંદગીનો આઠમો દસકો પૂરો કરવાની નજીક પહોંચી રહ્યા છે, પરંતુ તેમની ચુસ્તી-સ્ફૂર્તિ કોઇને પણ આશ્ચર્યચકિત કરી દે તેવી છે. અમ્માનું છેલ્લા ૬૦ વર્ષોથી એક જ મિશન છેઃ યુવતીઓને આત્મસુરક્ષા માટે સજ્જ કરવી. પદ્મશ્રીથી સન્માનિત મીનાક્ષી અમ્મા યુવતીઓને કેરળનું પ્રાચીન માર્શલ આર્ટ કલરીપટ્ટયમ શીખવે છે. તેમના શિષ્યોમાં પુરુષો પણ છે. તો સાથોસાથ તેઓ છઠ્ઠાથી ધોરણની વિદ્યાર્થિનીઓની માંડીને કોલેજમાં જતી યુવતીઓને પણ દરરોજ આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપે છે. અત્યાર સુધી તેમણે હજારો યુવતીઓને તાલીમ આપી છે.
તેઓ કહે છે કે, જ્યારે હું ૭ વર્ષની હતી ત્યારે મારા પિતા મને કેલારી શીખવાડવા લઇ ગયા હતા ત્યારે બહુ વિરોધ થયો હતો. આજે પરિસ્થિતિઓ એવી થઇ ગઇ છે કે યુવતીઓને એકલી બહાર નીકળવાનું મુશ્કેલ થઇ ગયું છે. તેથી દરેક યુવતીએ આત્મસુરક્ષાની તાલીમ લેવી જોઇએ. તેનાથી તે મજબૂત બનશે. મેં મારી પુત્રી અને પુત્રવધૂને પણ માર્શલ આર્ટ શીખવાડ્યું છે.