મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના ૮૦ વર્ષીય જોધઇયાબાઈ બૈગાના ચિત્રોનું ઇટાલીના મિલાનમાં ૧૧ ઓક્ટો. સુધી પ્રદર્શન ચાલશે. લોઢા ગામના જોધઇયાબાઈના પરિજનો કહે છે કે અમે પ્રદર્શન માટે કોઈ પ્રયાસ નથી કર્યો. એક વખત સ્થાનિક કળાપ્રેમી આશિષ સ્વામીની નજર ચિત્રો પર પડી અને તેઓએ ભોપાલના બોન ટ્રાઇબલ આર્ટમાં ટ્રાઇબલ આર્ટના વિશેષજ્ઞ પદ્મજા શ્રીવાસ્તવને માહિતી આપી. આ ચિત્રોથી સૌ પ્રભાવિત થયાં. પછી તેમણે ચિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે મુકાવવા પહેલ કરી. આશિષ સ્વામીએ જણાવ્યું કે ઇટાલીની ગેલેરિયા ફ્રાન્સિસ્કો જનૂસો સંસ્થાનો સંપર્ક કરાયો અને સંસ્થા તે તેને પ્રદર્શનમાં મૂકવા રાજી થઈ ગઈ.