૯૭ દિવસ હવા ખાઈને જીવતી અમેરિકાની ઓડ્રા બિયર

Wednesday 09th October 2019 08:12 EDT
 
 

અમેરિકાના મિનેસોટામાં રહેતી ઓડ્રા બિયર નામની પચીસ વર્ષની યુવતી પોતાને બ્રિધેરિયન ગણાવે છે. તેનું કહેવું છે કે તે સતત ૯૭ દિવસ સુધી માત્ર હવા ખાઈને જીવી શકે છે. ઓડ્રાનું કહેવું છે કે તે સતત ૯૭ દિવસ સુધી માત્ર હવા ખાઈને જીવી શકે છે. હા, હવા ખાઈને એટલે કે તે મોઢેથી કશું ખાતી જ નથી, પરંતુ કુદરતની એનર્જીમાંથી પોતાના શરીરને પોષણ આપી શકે છે.

બ્રિધેરિયનિઝમને એક પ્રકારે પ્રાણિક જીવન પણ કહેવાય છે. મલતબ કે એમાં વ્યક્તિ માત્ર પ્રાણવાયુ જ ગ્રહણ કરે છે. બીજું કંઈ જ નહીં. ઓડ્રા ઘણા વખત પહેલાં ઇન્ટરમિટનન્ટ ડાયટ કરતી હતી જેમાં તે લાંબા કલાકોનું ફાસ્ટિંગ કરતી હતી. એમાં તેને બહુ જ સારું લાગતાં તેણે ફાસ્ટિંગ પિરિયડ વધારીને એવી અવસ્થા કેળવી છે જેમાં તે દિવસો સુધી માત્ર શ્વાસ લઈને જીવે છે અને તેની બોડીમાં કોઈ કમી સર્જાતી નથી. જ્યારે તે કંઈક ખાય છે ત્યારે એ પ્યોર વિગન અને ખૂબ લો કેલરી હોય છે. તેનું કહેવું છે કે, મેં ક્યારેય ખોરાક છોડી દેવો છે એવું નક્કી કર્યું નહોતું, પરંતુ બ્રિધિંગ પર કામ કરવાથી ધીમે-ધીમે ફૂડની જરૂરિયાત ઘટતી ગઈ. ફાસ્ટ કરવાના હોય ત્યારે પહેલા પાંચ દિવસ જતા રહે એ પછીથી કુદરતી રીતે જ ખોરાકની જરૂરિયાત ઊભી થતી નથી. મેં સૌથી પહેલી વાર લાંબા ફાસ્ટ ૯૭ દિવસના કર્યાં હતાં.એમ કરવાથી બોડીમાંથી ટોક્સિન્સ આપમેળે બહાર નીકળી જાય છે. ઓડ્રાનું કહેવું છે, હવે મારા માટે ખોરાક એ જીવનજરૂરિયાત નથી રહી. મોજમજા માટે ક્યારેક ખાવું અથવા તો સોશ્યલાઇઝિંગ દરમિયાન ફ્રૂટ જૂસ, ગ્રીન જૂસ કે કોકોનટ વોટર જેવાં પીણાં પીવાનું હું પ્રીફર કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter